ધરમ સિનેમા પાછળ ક્વાર્ટરમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો: પત્રકાર સહિત છ ઝડપાયા - At This Time

ધરમ સિનેમા પાછળ ક્વાર્ટરમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો: પત્રકાર સહિત છ ઝડપાયા


ધરમ સિનેમા પાછળ ક્વાર્ટરમાં ચાલતી દારૂની મહેફિલમાં પ્ર. નગર પોલીસે દરોડો પાડી કથિત પત્રકાર ગોપાલ યાદવ સહિત છ શખ્સોને ઝડપી પાડી બાઈટિંગ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત મુજબ, પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝણકાંટની રાહબરીમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોન્સ્ટેબલ ચાપરાજ ખવડ, જયેન્દ્રસિંહ પરમાર સહિતના સ્ટાફને ધરમ સિનેમાની પાછળ ક્વાર્ટરમાં હનુમાનજીના મંદીરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ગોપાલ યાદવ નામનો શખ્સ અમુક માણસોને ભેગા કરી દારૂ પીવાની મહેફીલ પાર્ટીનું આયોજન કરેલ છે.
હાલ દારૂની મહેફીલ ચાલું છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બાતમીના સ્થળે છ શખ્સો કુંડાળુ વાળી બેસેલ હતાં અને વચ્ચે પ્લાસ્ટીકના છ ખાલી ગ્લાસ, વિદેશી દારૂની એક ભરેલી બોટલ તેમજ બાઈટિંગ માટે વેફર, વટાણા અને મગદાળ પડેલ હતાં.
દારૂની મહેફિલ માણતા છ એ શખ્સોના નામ પુછતાં ગોપાલ ક્રિષ્નન યાદવ (ઉ.વ. 30),(રહે. રહે,પુનિતનગર શેરી નં. 4, બજરંગવાડી), અનિલ પેરૂસ્વામી સોલયન્ટ (ઉ.વ.32),(રહે. ધરમ સિનેમા પાછળ, સરકારી કવાર્ટર નં. ઈ-6), કમલેશ ગાંડુ પરમાર (ઉ.વ.38),(રહે. સંતોષીનગર મફતિયાપરા રેલનગર મેઈન રોડ), યોગેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહીલ (ઉ.વ.32),(રહે. જામનગર રોડ ગર્વમેન્ટ પ્રેસ કોલોની, બ્લોક નં. 5), વિશાલ સંદીપ ચૌહાણ (ઉ.વ 31),(રહે. ધરમ સિનેમાની પાછળ આવેલ કવાર્ટરમાં) ગોપાલસિંહ ઉર્ફે હરપાલ ઉદયસિંહ રાણા (ઉ.વ.27),( રહે, શીવાલય ચોક, શીવાલય, 402) હોવાનું જણાવ્યું હતું. જ પોલીસે દારૂની મહેફિલ માણતાં શખ્સો પાસેથી એક કાર, મોબાઈલ મળી કુલ રૂ.3.21 નો મુદામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ ગોપાલ યાદવ પાસેથી પત્રકારનું કાર્ડ પણ મળી આવ્યું હતું


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image