તા.૧૭/૮/૨૦૨૪ ખીરસરા વિજાણ અબડાસા *વિષયઃ કોમી એકતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત કચ્છ પ્રદેશ નાં મંદિરનાં મહંત અને તેમનાં એક મુસ્લિમ મિત્ર વચ્ચે મિત્રતા ની અનોખી મિસાલ*
તા.૧૭/૮/૨૦૨૪
ખીરસરા વિજાણ અબડાસા
*વિષયઃ કોમી એકતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત કચ્છ પ્રદેશ નાં મંદિરનાં મહંત અને તેમનાં એક મુસ્લિમ મિત્ર વચ્ચે મિત્રતા ની અનોખી મિસાલ*
વય વિદ્યા રુચી વૃતીના નહીં ભાવના સુમેળ મનમેળ તે મૈત્રી બાકી સૌ ભાગ્યના ખેલ
હાલના સમયે આધુનિકતા અને સ્વાર્થની ચકાચોંધમા અને ધાર્મિક ધ્રુવીકરણની રાજનિતિ વચ્ચે પણ સૌથી અનોખી અને ગાઢ મિત્રતા તે પણ મંદિરનાં એક મહંત અને એક મુસ્લીમ ભાઈ વચ્ચે બાળપણ થી આજ સુધીમાં હજી આ બંન્ને ની મિત્રતા અકબંધ છે
અબડાસા તાલુકા નાં ગામ ખીરસરા વિંઝાણ નાં નદી કાંઠે આવેલા પ્રાચીન મંદિર વિંધ્યાવાસીની દેવી નાં મહંત શ્રી અમૃતગિરિ ગોસ્વામી અને ખીરસરા ગામ ના વતની તેમજ ગામનાં પ્રતિષ્ઠિત સન્માનિય વ્યક્તિ એવા હાજીઆમદ હિંગોરા જેઓ બંન્ને મહાનુભાવો અંદાજીત 55 વર્ષ ની ઉંમર છે તેઓ બાળપણ થી ગાઢ મિત્ર છે અને હિન્દુ મુસ્લિમ તહેવારો ઈદ હોય કે પછી દિવાળી હોય કે પછી સામાજિક હોય કે ધાર્મિક પ્રસંગ હોય દરેક પ્રસંગે આ મિત્રો એક બીજા માટે સમય કાઢી પારિવારિક સભ્યો ની જેમ એક બીજાનાં દુઃખ સુખ માં સહભાગી બનેછે
આથી આ બંન્ને મિત્રો માં એકબીજા માટે સમજ સંતુષ્ટિ મદદ તેમજ વિશ્વાસ ની જે ભાવના છે તે સાચા અર્થમાં માનવધર્મ માટે અને કોમી એકતા ભાઈચારા નાં કાર્ય ને મજબુત કરવા માટે પ્રોત્સાહિત કરેછે
ત્યારે આ બંન્ને મિત્રો ની મિત્રતા ના હેત ને ભાવનાઓનો અતુટ સંબંધ જોઈ પ્રશંસા માટે શબ્દો પણ ઓછા પડે અને તેપણ આજનાં આ યુગ માં આ મુસ્લિમ ભાઈ અને મંદિરનાં મહંત ની ગાઢ મિત્રતાની સીમાને સમજવી અને તેને શબ્દોમાં વ્યક્ત કરવી બિલકુલ અસંભવ છે તેથી આજનાં આ સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં જ્યાં દરરોજ દંગા અને ફસાદ નાં વેરઝેર નાં સમાચારો વાંચતા હોઈએ છીએ
ત્યારે આ બંન્ને મિત્રોની ભાઇબંધી એ આજનાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં યુવાનો માટે પ્રેરણારૂપ અને ભાઈચારા ને કાયમી ટકાવી રાખવા માટે એક જીવતી જાગતી ઉત્તમ ઉદાહરણ છે
અહેવાલ. આદમ હિંગોરા સરપંચશ્રી ખીરસરા વિજાણ અબડાસા...........રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ
9727330305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.