ગીર સોમનાથના હીરકોટ વિસ્તાર માંથી વધુ 26 લાખનો ચરસનો જથ્થો મળી આવ્યો 3 જિલ્લાની પોલીસ ટીમ અને ATS ની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ
ગીર સોમનાથના હીરકોટ વિસ્તાર માંથી વધુ 26 લાખનો ચરસનો જથ્થો મળી આવ્યો
3 જિલ્લાની પોલીસ ટીમ અને ATS ની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ
ગીર સોમનાથ પોલીસે હિરાકોટ બંદરેથી ચરસના 26 લાખથી વધુની કિંમતના 16 પેકેટ સાથે એક શખ્સની અટક કરી NDPS એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લાની એલસીબી અને એસઓજીની ટીમે બાતમીના આધારે હિરકોટ બંદરના રહેણાક વિસ્તારમાં રેડ કરતા શબ્બીર જુસબભાઈ ખારિયા ના રહેણાક મકાનમાં રેડ કરતા ચરસના 17.6 કિલો વજનના 16 પેકેટ મળી આવ્યા હતા.જેની બજાર કિંમત અંદાજે 26 લાખ 45 હજાર 400 રૂપિયા છે.જેના પગલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી શબ્બીર જુસબભાઈ ખારિયા ,જાતે મચ્છિયારા, ઉ.વ.38, રહે. હીરકોટ બંદર શક્કરપિર દરગાહ પાછળ વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગત મહિને જે ચરસ મળ્યો તે બિનવારસી હાલતમાં હતો અને આ ચરસ વેચાણ અર્થે લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.આ જથ્થાની તપાસ અંગે એસપીએ જણાવ્યું હતું કે 3 જિલ્લાની પોલીસ અને ATS ની ટીમ તપાસ કરી રહી છે.
(બોક્સ)
ગીર સોમનાથ જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાંથી અગાઉ ઓગસ્ટમાં ત્રણ દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 પેકેટોમાં 301 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.જેની બજાર કિંમત 4 કરોડ 51 લાખથી વધુ મળી આવેલ હતી.આ મામલે પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.