ગાજણ શિક્ષણ એ જ કલ્યાણ ગ્રુપની પ્રશંસનીય કામગીરી. ગાજણ પ્રા.૪ ની પ્રતિભાશાળી શિક્ષિકા બેનનું સન્માન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લા નામોડાસા તાલુકાના ગાજણ ગામની પાંચ શાળાઓ પૈકી ગાજણ ૪ ની પ્રા. શા.ના શિક્ષિકા શ્રી કોમલબેન પટેલ ને તેમની કામગીરીને બિરદાવીને તેમને પ્રતિભાશાળી શિક્ષિકા તરીકેનું સરકાર દ્વારા પ્રમાણપત્ર મળતો ગાજણ શાળા નંબર 4 અને આખા ગામનું શિક્ષણ પરિવારમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.ત્યારે ગાજણ ગામની શોભામાં શિક્ષણ ક્ષેત્રે વધારો થઈ રહેલ છે .ત્યારે ગાજણ ગામના યુવાનો દ્વારા છેલ્લા એક વર્ષથી શિક્ષણ એ જ કલ્યાણ નામના ગ્રુપ દ્વારા ગામમાં શિક્ષણ ક્ષેત્રે ને સામાજિક ક્ષેત્રે બદલાવ આવે અને ગામના દીકરા દીકરીઓ આગળ ભણે અને અંધશ્રદ્ધાઓથી દૂર રહે તે માટે કાર્યરત છે જ્યારે આ ગ્રુપ દ્વારા અગાઉ પણ આખી ગામની તમામ પ્રાથમિક શા.શિક્ષકો ,આંગણવાડી કાર્યકરો, મધ્યાન ભોજન ના ઓર્ગેનાઇ જર,આશા વર્કરો નું સન્માન કર્યું હતું.ત્યારે આ કાર્યક્રમ માં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ ગ્રુપ ની કામગીરી ને બિરદાવવા હાજર રહ્યા હતા.
ત્યારે ગઈ કાલે ગાજણ શાળા ચારના આચાર્યશ્રી કોમલબેન પટેલ નું ગામના શિક્ષણ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા શાલ ઓઢાડી બુકે આપીસન્માન કરવામાં આવ્યું હતું આ. આ સન્માન વખતે શૈલેષ ડાભી, ડોક્ટર શૈલેન્દ્રસિંહ પરમાર,, જીતેન્દ્રસિંહ પરમાર, ભરતસિંહ આર્મી મેન, બળવંતસિંહપરમાર વનરાજસિંહ પરમાર, ભરત સિંહ પરમાર ને હાજર રહી ગ્રુપ ની ગ્રુપ ની શોભા વધારી હતી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો.9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.