સંતરામપુર નગરપાલિકા માં ફાયરફાયટર માટે અનુભવી ને ફાયરમેન નો કોસઁ કરેલ સ્ટાફ ભરવાની માંગ ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tjovustore8rxaze/" left="-10"]

સંતરામપુર નગરપાલિકા માં ફાયરફાયટર માટે અનુભવી ને ફાયરમેન નો કોસઁ કરેલ સ્ટાફ ભરવાની માંગ …


સંતરામપુર નગરપાલિકા માં બબે ફાયરફાયટર હોવાં છતાં પણ આ ફાયરફાયટરો ની સાચવણી ને જાળવણી માટે ને તેના ઊપયોગ માટે જાણકાર ને અનુભવી ફાયરમેન કે ફાયરમેન નો કોસઁ કરેલ અનુભવી સ્ટાફ ના હોઈ તેથી મુશ્કેલી સજાઁય છે.
આ ફાયરફાયટરો બગડે તો તેને ત્વરીત રીપેરીંગ કરાવવાં માં પણ નગરપાલિકા સંતરામપુર દવારા ભારે બેદરકારી અને નિષ્કાળજી દાખવવામાં આવતી હોય જેથી નગરમાં કે સંતરામપુર તાલુકા માં આગનો બનાવ બને તો તેથી ભારે મુશ્કેલી પડે છે ને નુકશાન વધુ થાય છે.
તાજેતરમાં સંતરામપુર નગરમાં હીરો હોન્ડા શો રુમ માં રાત્રીના સુમારે આગ લાગતા સંતરામપુર નગરપાલિકાના બંન્ને ફાયરફાયટર ચાલુ હાલતમાં ના હોઈ ને બગડેલ હોઈ ઊપયોગ માં નહીં આવતાં આગ વધુ પ્રસરે લ ને શો રુમ ના માલીક ને અંદાજે રુપિયા એક કરોડ થી વધુ નુકશાન થયેલ જોવાં મળતું હતું.
નગરપાલિકા પાસે પાણી ના ટેંકરો હતાં અને કોરોના સમયે દવાનો ઝંટકાવ સારું મોટું ટેંકર પાઈપ મશીન સાથે નું આપેલ જે ટેંકર આગના સથળે નગરપાલિકા મોકલી શકી હોત પરંતુ આવા કપરા સમયે ગંભીર બનાવમાં સંતરામપુર નગરપાલિકા ના સતતાધીશો ને વહીવટકરનારાઓ દવારા આ ટેંકરો નહીં મોકલી ને મનસ્વી વતઁણુક કરીને માનવતાવિહોણુ કામ કરેલ જોવાં મળે છે ને આગના આ ગંભીર બનાવમાં સંતરામપુર નગરપાલિકાની સંપુર્ણ બેદરકારી અને નિષ્કાળજી બહાર આવવા પામેલ છે. ત્યારે રાજય સરકાર અને શહેરી વિકાસ વિભાગ ને પ્રાદેશિક કમિશ્રર નગરપાલિકાઓ વડોદરા ઝોન ને જીલ્લા કલેક્ટર મહીસાગર આ બનાવમાં તલસપશી તપાસ કરાવી ને આ ગંભીર બનાવમાં સંતરામપુર નગરપાલિકાના બેદરકારી દાખવનારાઓ સામે કાયઁવાહી કરાવે તે માટે ની રજુઆતો પણ ઊચ્ચ કક્ષા એ કરાયેલ છે.
સંતરામપુર નગરપાલિકા દવારા હાલ ફાયરફાયટર ડાયવરો ની ભરતીની જાહેરાત આપેલ છે ત્યારે ફાયરમેન નો કોસઁ કરેલ અનુભવી ડાયવર ની ભરતી થાય તે જરુરી છે. માત્રને માત્ર હેવી વાહન ચલાવનાર ને હેવી લાયસન્સ ધરાવનાર ની એકલા ની ભરતી થાય તે યોગ્ય ના હોઈ ને તેથી ફાયરમેન ના અનુભવીને હેવીલાયસનસ ધરાવનાર ની ભરતી થાય તે જરુરી છે.
સંતરામપુર નગરપાલિકામાં ફાયરફાયટર ના અનુભવીને જાણકાર ને ફાયરમેન નો કોસઁ કરેલ સ્ટાફ નથી ત્યારે જનહિતમાં ફાયરમેન નો કોસઁ કરેલ સ્ટાફ ની ભરતી થાય તે જરુરી છે.
નગરપાલિકા સંતરામપુર ના બોડઁ ની મુદત પુરી થવામાં હવે માત્ર બાર જ દિવસ છે ને ચુંટણી થનાર ના હોઈ વહીવટદાર મુકાનારછે ત્યારે નગરપાલિકા દવારા હાલ ક્યા ઈરાદા થી આ ભરતીની કાયઁવાહી કરી રહેલ છે તે એક નગરમાં ચચાઁનો વિષય જોવાં મળે છે. નગરમાં ચચાઁતી લોકવાયકા મુજબ આ ફાયરફાયટર ડાયવર ની ભરતી માં કોઈ સેટીંગ તો કરેલ નથી ને???
સંતરામપુર નગરમાં બનેલ આગ ની ધટના માં સંતરામપુર નગરપાલિકાના ઊદાસીનતા ભરેલી નીતિરીતિ ને ફાયરફાયટરો બગડેલા પડી રાખીને ત્વરીત રીપેરીંગ નહીં કરાવાતા નગરપાલિકાના વહીવટ પ્તયે માછલાં ધોવાયેલ ને આ ધટનાની સીએમઓ સુધી ને જીલ્લા કલેક્ટર મહીસાગર સુધી રજુઆતો કરાતાં પરિસ્થીતી સમજી ને જીલ્લા કલેક્ટર દવારા લુણાવાડા નગરપાલિકાનો એક ફાયરફાયટર સંતરામપુર નગરપાલિકાને ફાળવી આપેલ હોવાનું જાણવા મળે છે. ને કલેકટર ના આ નિર્ણય ની નગરજનો માં ભારે સરાહના થતી જોવાં મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]