નુપુર શર્માના વિરોધમાં ફરી બંગાળમાં ફાટી નીકળી હિંસા: હાપુડમાં સોમવાર સુધી ઈન્ટરનેટ બંધ - At This Time

નુપુર શર્માના વિરોધમાં ફરી બંગાળમાં ફાટી નીકળી હિંસા: હાપુડમાં સોમવાર સુધી ઈન્ટરનેટ બંધ


ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્મા દ્વારા એક ટીવી ચેનલની ડિબેટમાં પયગંબર મોહમ્મદસાહેબ પર વિવાદિત ટીપ્પણી કર્યા બાદ દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા છે. આજે ફરી પશ્ર્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ મામલે 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે તો હાવડા જિલ્લામાં 13 જૂન સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ હાવડાના અનેક વિસ્તારોમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવી છે.

મમતા બેનરજીએ ટવીટ કર્યું કે હાવડામાં હિંસક ઘટનાઓ બની રહી છે જેના પાછળ અમુક રાજકીય પક્ષો છે અને તેઓ રમખાણો કરાવવા માંગે છે પરંતુ આ વસ્તુ ક્યારેય સહન કરવામાં આવશે નહીં. આ પાછળ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ભાજપ પર નિશાન તાકતાં કહ્યું કે લોકો ભાજપે કરેલા ગુનાને ક્યાં સુધી ભોગવશે ? દરમિયાન ગૃહ વિભાગ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon