વિસાવદરનગરપાલિકા ના ચીફઓફિસર, વહીવટદાર અને ખોટાબીલ વાઉચર બનાવનાર સામે પોલીસ ફરિયાદ કરવા મંજૂરી મંગાઇ
વિસાવદરનગરપાલિકા ના ચીફઓફિસર, વહીવટદાર અને ખોટાબીલ વાઉચર બનાવનાર સામે પોલીસ ફરિયાદ કરવા મંજૂરી મંગાઇવિસાવદર ના જાગૃત નાગરિક મુકેશભાઈ રિબડીયા દ્વારા નગરપાલિકા નિયામક,મુખ્યમંત્રી, કલેક્ટર-જૂનાગઢપ્રાંત અધિકારી- વિસાવદરસચિવશ્રી, કાયદા વિભાગ-ગાંધીનગર વિગેરેને ઉદ્દેશીનેનગરપાલિકા વિસાવદર દ્વારા સરકારી નાણાં ની ઉચાપાત કરી વિસાવદર નગરપાલિકા ના ૬ વોર્ડમાં ક્યાંય ભૂગર્ભની કુંડીઓ બનાવ્યા વગર સિદ્ધા બિલ વાઉચર બનાવી સરકારી નાણાં ઉપાડી લીધેલ હોય આ ઉપરાંત જળ સે નળ યોજનાના કામોમાં પણ ભયંકર ભસ્ટાચાર કરવામાં આવેલ હોય અને તેમાં મામલતદાર વિસાવદર વહીવટદાર તરીકે હોય તથા ચીફ ઓફિસર સામેલ હોય તે તમામ જવાબદાર વ્યક્તિઓ સરકારી કર્મચારી હોય કાયદાની જોગવાઈ મુજબ સરકારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની આપની જવાબદારી હોય જેથી આવા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ ફરમાવવા અરજ કરેલ છે તથા વિકલ્પે ફરિયાદીએ આ બાબતેંની માહિતી આર.ટી.આઈ.થી માગેલ હોય અને ફરિયાદી પાસે પૂરતા પુરાવા હોય ફરિયાદીને પોલીસ ફરિયાદ કરવાની નિયમ મુજબ પરવાનગી આપવા માંગણી કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
