રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આંગણવાડી કેન્દ્રો ખાતે “પોષણ ઉત્સવ-૨૦૨૪-૨૫” અંતર્ગત. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આંગણવાડી કેન્દ્રો ખાતે “પોષણ ઉત્સવ-૨૦૨૪-૨૫” અંતર્ગત.


રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ICDS વેસ્ટ ઝોન ઘટકના આંબેડકર સેજામાં “પોષણ ઉત્સવ ૨૦૨૪-૨૫” અંતર્ગત THR (માતૃશક્તિ, બાલશક્તિ, અને પૂર્ણાશક્તિ) અને મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી “પૌષ્ટિક વાનગી સ્પર્ધા“ યોજવામાં આવેલ. જેમાં ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) અને મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી ICDS પ્રોગ્રામ ઓફીસર જનકસિંહજીના માર્ગદર્શન હેઠળ હરીફાઇનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં વોર્ડનં-12ના કોર્પોરેટર તેમજ પૂર્વ મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ, વોર્ડનં-12ના કોર્પોરેટર મિત્તલ બેન, મનસુખભાઇ વેકરીયા, મગનભાઇ સોરઠીયા, કિરણબેન હરસોડા, યોગેન્દ્રસિંહ જાડેજા, કપિલ્ભાઇ પંડ્યા, કિશનભાઇ ટિલવા, જયેશભાઇ પંડ્યા તથા અન્ય મહેમાનો તેમજ વેસ્ટ ઝોન CDPO અનસુયાબેન ભેંસદડીયા, મુખ્ય સેવિકા ભવ્યતાબેન પરમાર, Dpsc મમતાબેન ,Pse મોનિકાબેન, Nnm દિવ્યાબેન, પૂર્ણા કન્સલ્ટન્ટ જયશ્રીબેન, મવડી આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ઉર્વેશ સર હાજર રહેલ હતા. વાનગી હરીફાઇમાં THR તેમજ મિલેટ્સમાંથી પ્રથમ 3 ક્રમ પર આવેલ કાર્યકર અને લાભાર્થીને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ મવડી આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા માતાને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.