( ડભોઇ વેપારી મહાજન મંડળ દ્વારા ) ડભોઇ નગરમાં મોટી કંપનીઓ દ્વારા મોલ નિર્માણ ન પામે તે માટે રેલી સ્વરૂપે નિકળી આવેદનપત્ર અપાયું - At This Time

( ડભોઇ વેપારી મહાજન મંડળ દ્વારા ) ડભોઇ નગરમાં મોટી કંપનીઓ દ્વારા મોલ નિર્માણ ન પામે તે માટે રેલી સ્વરૂપે નિકળી આવેદનપત્ર અપાયું


(આ બાબતે યોગ્ય ઉકેલ નહીં આવે તો બજારો બંધ રાખી વિરોધ પ્રદર્શનની પણ ચીમકી )

રિપોર્ટ :- નિમેષ સોની ,ડભોઈ

ડભોઇ - દર્ભાવતી નગરીમાં હાલમાં નાના - મોટા વેપારીઓ વેપાર - ધંધો કરી પોતાનું ગુજરાન માંડ-માંડ ચલાવી રહ્યા છે. ત્યારે ડભોઇ નગરમાં એક નામાંકિત કંપની દ્રારા મોલ બનાવવામાં આવી રહયો છે, તેવી વાત વાયુવેગે ડભોઈ નગરમાં ફેલાઈ હતી. જેથી ડભોઈના વેપારીઓને આ મોલ નિર્માણ થતાં વેપારમાં મોટો ફટકો પડશે તેવી ચિંતા વેપારી આલમમાં ફેલાઈ હતી.. જો નગરમાં આવી કંપનીઓનાં મહાકાય મોલ બને તો નાના વેપારીઓને તો પોતાનું ગુજરાત ચલાવવાના ફાંફા પડી જાય અને તેમને મળતાં વેપારમાં મોટું નુકશાન જાય. જેથી આ મોલ ન બને તે માટે ડભોઇ વેપારી મહાજન મંડળના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું. જેથી નગરનાં વેપારીઓએ બાઈક રેલી યોજી સેવાસદન ખાતે પહોંચી ડભોઈના મામલતદારને આ બાબતે વિરોધ વ્યકત કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે નગરના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હત. આવાં મોલ ન બને તે માટેની માગણી તેઓએ મામલતદાર સમક્ષ રજૂ કરી હતી.

મોટાં શહેરોની જેમ હવે ડભોઈ નગર જેવાં નાના નગરમાં પણ મહાકાય કંપની દ્રારા મોલ નિર્માણ પામી રહયો છે તેવી વાત વાયુવેગે પ્રસરતા જ ડભોઇ નગરનાં વેપારીઓને પોતાનાં વેપાર-ધંધા પડી ભાંગશે તેવી ચિંતા થતાં જ વેપારીઓ તાત્કાલિક અસરથી એકશન મોડમાં આવી ગયાં હતાં. નિર્માણ પામતાં મોલનો વિરોધ કરવાનાં ભાગ રૂપે આજે નગરમાં વેપારી મહાજન મંડળના નેજા હેઠળ વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. જે ડભોઇ સેવા ખાતે પહોંચી મામલતદાર ડી.એમ.ગામીત સાહેબને આવેદનપત્ર સુપ્રત કરી મોલનુ નિર્માણ અટકાવવાની રજૂઆતો કરી હતી. સાથે સાથે ડભોઈ નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના પ્રમુખને પણ આ બાબતે કડક કાર્યવાહી કરવાની વેપારીઓએ માંગ કરી હતી. આગામી સમયમાં જો આ મોલની કામગીરી અટકાવવામાં નહીં આવે તો ગાંધીજી ચીંધ્યા માર્ગે આંદોલન કરી સમગ્ર ડભોઈ નગરનાં બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ‌.
આ પ્રસંગે ડભોઈ શહેર વેપારી મહાજનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ એમ. શાહ, મહામંત્રી વંદનકુમાર પંડયા, ઉપપ્રમુખ જીતુભાઈ એન. મોદી અને જતીનભાઈ એમ. કંસારા, ખજાનચી કલ્પેશભાઈ પરીખ સહિત વિવિધ સભ્યો અને નગરનાં પ્રતિષ્ઠિત વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon