સરકાર દ્વારા વિધાર્થીઓની શિષ્યવૃતિ ન ચુકવતા દહેગામ તાલુકાના 200 વિધાર્થીઓના ગાંધીનગરમાં ધામા - At This Time

સરકાર દ્વારા વિધાર્થીઓની શિષ્યવૃતિ ન ચુકવતા દહેગામ તાલુકાના 200 વિધાર્થીઓના ગાંધીનગરમાં ધામા


ગુજરાત સરકાર દ્વારા વિધાર્થીઓને અભ્યાસ દરમિયાન મળતી શિષ્યવૃતિની એક વર્ષ પૂરું થયાં છતાં ચુકવણી કરવામાં ન આવતા દહેગામ તાલુકાના વિધાર્થીઓની હાલત કફોડી બની છે ત્યારે આજે દહેગામ તાલુકાના અલગ અલગ ગામોના 200 વિધાર્થીઓ સાથે દહેગામ વિધાર્થી નેતા ઘનશ્યામસિંહ ઝાલા તેમજ વિજેન્દ્રસિંહ મકવાણા સાથે ગાંધીનગર વિકસિત જાતિ અને એસ. સી નિયામક ગાંધીનગર ખાતે શિષ્યવૃતિ માટે રજૂઆત કરવામાં આવી હતી.જેમાં વિધાર્થી નેતા ઘનશ્યામસિંહ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે દહેગામ તાલુકાના વિધાર્થીઓને 2023 થી 2024 દરમિયાન અભ્યાસ દરમિયાન મળતી શિષ્યવૃતિની સરકાર દ્વારા ચુકવણી ન કરતા ગરીબ વિધાર્થીઓની હાલત કફોડી બનતા જ આજે 200 વિધાર્થીઓ દ્વારા વિકસિત જાતિ અને એસ. સી નિયામક ગાંધીનગર ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ દ્વારા વિધાર્થીઓને ટૂંક સમયમાં શિષ્યવૃતિની ચુકવણી થઇ જશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી જયારે હજુ પણ સરકાર દ્વારા જો આ વિધાર્થીઓની શિષ્યવૃતિની ચુકવણી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું વિધાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.