( ૭૬ - માં સ્વાતંત્ર્ય પર્વ એ ) " જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ ખાતે મંત્રી પ્રદિપસિંહ પરમાર અને કલેકટરની ઉપસ્થિતિમાં યોજાશે " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ti8nassf1o9hzmfd/" left="-10"]

( ૭૬ – માં સ્વાતંત્ર્ય પર્વ એ ) ” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ ખાતે મંત્રી પ્રદિપસિંહ પરમાર અને કલેકટરની ઉપસ્થિતિમાં યોજાશે “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

૭૬ મો સ્વાતંત્ર્ય પર્વસમગ્ર દેશ અને રાજયભરમાં ધામધૂમથી ઉજવાશે. સરકાર દ્રારા આઝાદીનાં આ અમૃત મહોત્સવને હાલ ઉજવાઈ રહયો છે. જે અંતર્ગત વિવિધ સરકારી કાર્યકમો રંગેચંગે ધામધૂમથી ઉજવાઈ રહયાં છે. હર ઘર તિરંગા કાર્યકમ હેઠળ તિરંગી માહોલ સર્જાયલો છે. ત્યારે ડભોઇ એ.પી.એમ.સી.ના મેદાનમાં વડોદરા જિલ્લાના જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે. જે કાર્યક્રમમાં રાજય સરકારનાં સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપસિંહ પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. તેઓની સાથે આ કાર્યક્રમમાં કલેકટર એ.બી.ગોર તથા ડભોઈ - દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા) ઉપસ્થિતિ રહેનાર છે અને સમગ્ર કાર્યક્રમ ધૂમધામથી ઉત્સાહપૂર્વક ઉજવાશે. જેના ભાગરૂપે કલેકટર એ.બી.ગોરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર આઈ.એચ.પંચાલ, ડીવાયએસપી કલ્પેશભાઈ સોલંકી, પીઆઈ એસ.જે.વાઘેલા, મામલતદાર ચિંતનભાઈ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્રારા તૈયારીઓનુ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. નગરની સરકારી કચેરીઓને અને દેશ વીરોની પ્રતિમાઓને ભવ્ય રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે. આમ, આ કાર્યક્રમથી ડભોઈ નગરમાં દેશ ભક્તિનો અનેરો માહોલ સર્જાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]