હિમાચલ પ્રદેશમાં ત્રણ ગૌશાળા અને ૧૩ સજીવો તણાઈ ગયાં
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી. એમાં ત્રણ ગૌશાળા તણાઈ ગઈ હતી. ત્રણ ભેંસ, ૧૦ બકરાં સહિત ૧૩ સજીવો પૂરમાં તણાઈ ગયા હોવાનું સ્થાનિક જિલ્લા સરકારી તંત્રએ કહ્યું હતું. ચોજ ગામમાં ભારે પૂરના કારણે ત્રણ લોકો પણ તણાઈ ગયા હતા, તેમની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને એનડીઆરએફના જવાનોએ મળીને ગુમ થયેલા લોકોને શોધી કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.