ઓનલાઇન વસ્તુ ખરીદી કરતા પહેલા વિચારજો: રાજકોટના યુવાને ઈ-બાઈક બુક કરતા ગુમાવ્યા ૭૧ હજાર

ઓનલાઇન વસ્તુ ખરીદી કરતા પહેલા વિચારજો: રાજકોટના યુવાને ઈ-બાઈક બુક કરતા ગુમાવ્યા ૭૧ હજાર


ઓનલાઇન વસ્તુ ખરીદી કરતા પહેલા વિચારજો: રાજકોટના યુવાને ઈ-બાઈક બુક કરતા ગુમાવ્યા ૭૧ હજાર

ઓનલાઇન વસ્તુ ખરીદી કરતા પહેલા વિચારજો: રાજકોટના યુવાને ઈ-બાઈક બુક કરતા ગુમાવ્યા ૭૧ હજાર અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. લોક હવે નાની મોટી દરેક વસ્તુ ઓનલાઇન ખરીદી કરતા થઈ ગયા છે. ઓનલાઇન વસ્તુ ખરીદીન અનેક ફાયદા છે. સાથે નુકશાન પણ એટલાજ છે. ઓનલાઇન વસ્તુ ખરીદતા સમયે ઘણા લોકો ફ્રોડનો શિકાર બની જાય છે અને પોતાની મહેનતના પૈસા ગુમાવી બેસે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતા એક વ્યક્તિએ ઓનલાઇન ઈ - બાઈકની ખરીદી કરવી હતી ત્યારે ઠગએ અનેક અલગ અલગ ચાર્જ માટે ૭૧ હજારની રકમ પોતાના બોગસ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જેની જાણ થતાં વ્યકિતએ સાયબર ક્રાઇમની બ્રાન્ચના રિપોર્ટ નોંધાવ્યો હતો. મળતી માહિતી અનુસાર કુવાડવા રોડ, માલિયાસણમાં રહેતા સંદીપભાઈ ધીરુભાઈ પાનસુરીયા નામનાં વ્યક્તિને ઇ-બાઈક ખરીદવું હોય, ઓનલાઇન ઓલાની સાઈટ પર જઇ બાઈક બૂક કરાવી હતી. તેમાં અલગ-અલગ ચાર્જિસના નામે રુા. 71,546 ઓનલાઇન પડાવી લીધા હતા. જે મામલે સંદીપભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરતાં સાયબર ક્રાઈમ વિભાગના એસીપી સહિતના સ્ટાફે તપાસ કરતાં જાણવા મળ્યું કે અરજદારે ઓનલાઇન સર્ચ કરાવી નંબર મેળવી ઇ-બાઈક બૂક કરાવી હતી. જે નંબર ફ્રોડ હતો. અને આ પૈસા જે ખાતામાં ટ્રાન્સફર તે બોગસ ખાતુ સીઝ કરાવી સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફે પૂરેપૂરી રકમ અરજદાર સંદીપભાઈને પરત કરી હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »