ન્યૂઝીલેન્ડમાં અજીબોગરીબ કિસ્સો:‘હૃદય’ હાથમાં લઈ મહિલા એરપોર્ટ પહોંચી, અધિકારીઓ પણ ચોંકી ગયા - At This Time

ન્યૂઝીલેન્ડમાં અજીબોગરીબ કિસ્સો:‘હૃદય’ હાથમાં લઈ મહિલા એરપોર્ટ પહોંચી, અધિકારીઓ પણ ચોંકી ગયા


ન્યૂઝીલેન્ડમાં એક ખૂબ જ અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા પોલિથિનમાં પોતાનું હૃદય રાખીને એરપોર્ટ પહોંચી હતી. જ્યારે અધિકારીઓએ મહિલાને પોલિથિનમાં પોતાનું હૃદય લઈ જતી જોઈ તો તેઓ પણ ચોંકી ગયા હતા. આ પછી અધિકારીઓએ તેને રોકી. જ્યારે અધિકારીઓને આખી વાતની જાણ થઈ તો તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડની આ મહિલાનો જન્મ ખૂબ જ વિચિત્ર સ્થિતિ સાથે થયો હતો. જેસિકા મેનિંગ નામની મહિલા ક્યારેક પોતાના હૃદયને હાથમાં લઈને ફરે છે તો ક્યારેક તેને અલમારીમાં પેક કરીને રાખે છે. આજે તેનું જીવન મશીનો પર નિર્ભર છે. જેસિકાએ તેના હૃદય અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. મહિલાનો જન્મ 6 હાર્ટ ડિફેક્ટ્સ સાથે થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.