ત્રણ મહિના અગાઉ જ લગ્નજીવનની શરૃઆત કરનાર પરિણીતાનો આપઘાત - At This Time

ત્રણ મહિના અગાઉ જ લગ્નજીવનની શરૃઆત કરનાર પરિણીતાનો આપઘાત


ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણમાં પતિ ઘરે મોડો આવતો હોવાથી તકરાર બાદ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકાઃઇન્ફોસિટી પોલીસની તપાસગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણમાં રહેતી અને ત્રણ મહિના
અગાઉ લગ્નજીવનની શરુઆત કરનાર પરિણીતાએ પંખે ફાંસો ખાઇને આપઘાત કરી દીધો છે. આ
મામલે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં પતિ ઘરે મોડો આવતો હોવાથી તકરાર થયા બાદ પરિણીતાએ આ અંતિમ પગલું
ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે રહેતા રાજેન્દ્રસિંહ
બિહોલાની બન્ને દિકરીઓ કામિનીબા અને જાનકીબાના લગ્ન ગત ચાર ફેબુ્રઆરીના રોજ
રાંદેસણ ગામના કરણસિંહ વાઘેલાના બે પુત્રો મયુરસિંહ અને હાર્દિકસિંહ સાથે કરવામાં
આવ્યા હતા.મયુરસિંહ કુડાસણ ખાતે બુલેટ મોડિફીકેશનનો વ્યવસાય કરે છે. વ્યવસાયના કામ
કાજના કારણે મયુરસિંહ ઘરે મોડા આવતા હોવાને કારણે પત્ની કામિનીબાને ગમતું ન હતું આ
મામલે બન્ને વચ્ચે મહિના અગાઉ તકરાર પણ થઇ હતી. ત્યારે ગુરુવારની રાત્રે મયુરસિંહ
ઘરે પહોંચ્યા બાદ ડ્રોઇંગરૃમમાં લેપટોપ ઉપર કામ કરવા લાગ્યો હતો અને પત્ની સુવા ગઇ
હતી. આ દરમિયાન કામિનીબાએ પંખા સાથે ફાંસો ખાઇ લીધો હતો સવારે કામિનીબાની નાની બેન
તેના રૃમમાં ગઇ તે દરમિયાન તેણીને પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોઇને હેબતાઇ ગઇ
હતી જેના પગલે પરિવારજનો પણ દોડી આવ્યા હતા. આ અંગે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં
આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો પીઆઇ વી.જી. રાઠોડે જણાવ્યું હતું
કે, પ્રાથમિક
તપાસમાં પતિ ઘરે મોડો આવતો હોવાથી તકરાર થયા બાદ પત્નીને માઠું લાગતા તેણીએ આ
પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. આ ગુનાની વધુ તપાસ નાયબ જિલ્લા પોલીસઅધિક્ષક
દ્વારા શરૃ કરવામાં આવી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.