કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા દિગ્ગજ નેતાએ સીએમ સાથે કરી મુલાકાત

કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા દિગ્ગજ નેતાએ સીએમ સાથે કરી મુલાકાત


કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા દિગ્ગજ નેતાઓ પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીઓ ભાજપ સાથે જોડાવા જઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા તેમણે સીએમ સાથે મુલાકાત કરી હતી. અત્યારે વેલકમ બીજેપી કેમ્પેઈન ચાલી રહ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ પક્ષ છોડીને જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.  પૂર્વ સાંસદ રાજૂ પરમાર અને નરેશ રાવલ કોંગ્રેસ છોડીને 17 ઓગષ્ટના રોજ બીજેપીમાં જોડાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વ સાસંદ રહી ચૂકેલા રાજૂ પરમાર પણ કોંગ્રેસ છોડશે. પૂર્વ મંત્રી નરેશ રાવલ સાથે તેઓ પણ બીજેપીમાં જોડાશે. કોઈ શરત ભાજમાં જોડાવવાની નથી તેવી સ્પષ્ટતા નરેશ રાવલે કરી હતી. ત્યારે એ પહેલા તેમની ગઈકાલે સીએમ સાથેની પણ વિશેષ મુલાકાત પણ યોજવામાં આવી હતી.નરેશ રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની વાત કરી હતી ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસમાં ક્યારેય કોઈ સુધારો નહીં આવે કેન્દ્રીય નેતૃત્વ સાથે કડવા અનુભવો મને સતત થતા રહ્યા છે જેથી સમય આવે ત્યારે કોંગ્રેસના અનેક પર્દાફાશ કરીશ તેમ તેમણે કહ્યું હતું. ટીમ વર્કનો અભાવ કોંગ્રેસમાં છે. કોંગ્રેસમાં કડવા અનુભવો મને થતા રહ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા કોંગ્રેસના કાર્યકરો તેમજ કેટલાક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષ છોડી ચૂક્યા છે અને ભાજપ સાથે તેઓ જોડાઈ ચૂક્યા છે ત્યારે આ બે દિગ્ગજ નેતાઓએ પણ બીજેપી સાથે જોડાતા પહેલા સીએમ સાથે મહત્વની મુલાકાત લીધી હતી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »