મકાન ખાલી કરવાનો નથી કહી ભાડુઆતે મકાન માલિક મહિલાની છેડતી કરી
અમદાવાદ,સોમવારનિકોલમાં મકાન ભાડે આપવાનું મકાન માલિક મહિલાને ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મહિલાએ મકાન ખાલી કરવાનું કહેતા ભાડુઆતે મકાન ખાલી કરવાનો નથી તેમ કહી મકાન માલિક મહિલાની છેડતી કરી હતી અને દુપટ્ટો પકડીને નીચે પાડી દીધા બાદ હવેથી આવીશ તો જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે મકાન માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.તારે ઘરમાં રહેવુ હોય તો તું પણ આવી જા તને ઘરમાં રાખવા તૈયાર છું તેમ કહી ધમકી આપી આ કેસની વિગત એવી છે કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલમાં રહેતા સતીષ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ આઠ મહિના પહેલા નિકોલમાં ૧૫ લાખમાં મકાન વેચાણ લીધુ હતું. પાંચ મહિના પહેલા મકાનનો દસ્તાવેજ મહિલાના નામે કરવામાં આવ્યો હતો અને મકાન સુનિલભાઇ પાસેથી લીધુ હતુ તેઓએ આરોપીને ભાડે આપ્યુ હતું. મકાન મહિના પછી ખાલી કરવાની વાત કરી હતી, પરંતુ મહિના બાદ પણ મકાન ખાલી કરતા ન હતા.મહિલા રૃબરુ ભાડુઆતને મળી તો તેમણે કહ્યું કે મે સુનિલભાઇને એક લાખ આપેલા છે તે પરત નહી આપે ત્યાં સુધી મકાન ખાલી કરીશ નહી તેવી વાત કરી હતી. બીજીતરફ સુનિલભાઇ ફોન બંધ હતો જેથી મહિલા સીધા ભાડુઆત સીતષભાઇને મળવા માટે તેમના ઘરે ગયા હતા અને કહ્યું કે તમે મકાન ક્યારે ખાલી કરવાના છો તેમ કહેતા તેઓએ ઉશ્કેરાઇને મહિલાની છેડતી કરી હતી અને દુપટ્ટો પકડીને નીચે પાડી દીધા બાદ કહ્યું કે તારે ઘરમાં રહેવુ હોય તો તું પણ આવી જા તને ઘરમાં રાખવા તૈયાર છું હું મકાન ખાલી કરવાનો નથી તેમ કહી ગાળો બોલીને જો ફરીથી આવીશ તો તને જોઈ લઇશ તેમ કહી ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાને ફોન કરીને પોલીસ બોલતાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.