ડર્ટી પિક્ચરનો બીજો ભાગ બનશે, હિરોઈનની શોધ શરૂ

ડર્ટી પિક્ચરનો બીજો ભાગ બનશે, હિરોઈનની શોધ શરૂ


- કંગનાએ વિદ્યા બાલન જેવો રોલ કરવાની ના પાડી દીધી- એકતા કપૂર કોઈ નવી જ અભિનેત્રીની જીવનકથા બતાવશે, તાપસી અને ક્રિતી સેનનને પણ રોલ ઓફર કરાયામુંબઈ : વિદ્યા બાલનની ડર્ટી પિક્ચરે ભારે ધૂમ મચાવી હતી. તેનો 'મૈ એન્ટરટેનમેન્ટ હું' ડાયલોગ ભારે લોકપ્રિય બન્યો હતો. હવે ડર્ટી પિક્ચરનો બીજો ભાગ બનવાનો છે. જોકે, તેમાં મુખ્ય રોલમાં વિદ્યા બાલન નહીં હોય. તેની જગ્યાએ નવી અભિનેત્રીની શોધ ચાલી રહી છે. ડર્ટી પિક્ચર સાઉથની બોલ્ડ હિરોઈન સિલ્ક સ્મિતાની જિંદગી પર આધારિત હોવાનું કહેવાય છે. તેમાં મુખ્ય પાત્રને નિધન પામતું બચાવાયું છે. આથી એ જ ફિલ્મની વાર્તા આગળ ધપાવી શકાય તેમ નથી. ફિલ્મની પ્રોડયૂસર એકતા કપૂરે તેને બદલે કોઈ અન્ય હિરોઈનની જીવનકથા પરથી બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. મુખ્ય હિરોઈનના રોલ માટે કંગના રણૌતનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, કંગના પોતે હાલ ઈમરજન્સીના શૂટિંગમાં વ્યસ્ત છે. વધુમાં કંગના હવે વધુ પડતાં બોલ્ડ દૃશ્યો આપવા પણ તૈયાર નથી કારણ કે તેને પોતાની રાષ્ટ્રવાદી તરીકેની ઈમેજ પર ફટકો પડવાનો ડર લાગે છે. એ પછી એક્તાએ તાપસી પન્નુ અને ક્રિતી સેનનનો પણ સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સ્ત્રી પાત્ર જ મુખ્ય હશે અને તેની ફરતેનાં અન્ય તમામ પાત્રો ગૌણ હશે. આથી બહુ પાવરફૂલ ફિમેલ સેન્ટ્રિક રોલ ભજવી શકે તેવી અભિનેત્રીની તલાશ છે. મૂળ ફિલ્મ રજત અરોરાએ લખી હતી. પરંતુ હવે હસીન દિલરુબા સહિતની મહિલા કેન્દ્રિત ફિલ્મોની લેખિકા કનિકા ધિલ્લોન પાસે બીજો ભાગ લખાવવામાં આવી રહ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »