સીએમ એકનાથ શિંદેના નામ પર બનેલા પાર્ક ઉદ્ઘાટન મુદ્દે વિવાદ થતા કાર્યક્રમ રદ - At This Time

સીએમ એકનાથ શિંદેના નામ પર બનેલા પાર્ક ઉદ્ઘાટન મુદ્દે વિવાદ થતા કાર્યક્રમ રદ


- આ અગાઉ પણ બાલાસાહેબ ઠાકરેના નામ પર ફૂટબોલ ગ્રાઉન્ડને લઈને પણ વિવાદ થઈ ચૂક્યો છેમુંબઈ, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારમહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મંગળવારે પોતાના જ નામ પર બનેલા એક પાર્કનું ઉદ્ધાટન કરવાની તૈયારીમાં હતા, પરંતુ વિવાદ છોડાયા બાદ પ્રોગ્રામ જ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. પુણેમાં સ્થિત મોહમ્મદવાડીમાં બનેલા પાર્કના ઉદ્ધાટનનો કાર્યક્રમ મંગળવારે સીએમના પ્રવાસ સમયે નક્કી કરવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોની માગ પર શિવસેનાના પૂર્વ પાર્ષદ નાના ભંગિરે મોહમ્મદવાડીમાં એક પાર્ક તૈયાર કરાવ્યો હતો. જેનું નામ એકનાથ શિંદેના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. નાના ભંગિરે તાજેતરમાં જ એકનાથ શિંદે કેમ્પને જોઈન કરી હતી અને તેમની પુણે એકમના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.પાર્ક બની ગયા બાદ એક બોર્ડ તેના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવ્યું હતું જેમાં તેનું નામ એકનાથ શિંદે પાર્ક લખ્યું હતું. તેના વિશે જાણ થતા જ એક્ટિવિસ્ટ તેનો વિરોધ કરવા લાગ્યા હતા. ત્યારબાદ એકનાથ શિંદેએ નાના ભંગિરેને બોલાવ્યા અને તેમને કાર્યક્રમ જ કેન્સલ કરવા માટે જણાવ્યું હતું. ભંગિરે કહ્યું કે, ઉદ્ધાટન કાર્યક્રમ કેન્સલ કરી દીધો છે. હવે અમે પાર્કના નામકરણનો પ્રસ્તાવ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉદ્યાન કમિટી સમક્ષ રજૂ કરીશું. તે સમિતિની બેઠકમાં જ પાર્કના નામને લઈને કોઈ નિર્ણય લેવામાં આવશે. એકનાથ શિંદેના નામ પર પાર્ક બનાવવાનો વિરોધ કરનારી એક્ટિવિસ્ટ વિનિતા દેશમુખે કહ્યું કે, તેના માટે પ્રક્રિયાનું પાલન જ નહીં કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, સીએમ બન્યા બાદ એકનાથ શિંદેની આ પ્રથમ મુલાકાત છે. પૂણેમાં ઘણી સમસ્યાઓ છે. એવું લાગી રહ્યું છે કે, તેમને કોઈ આઈડિયા નથી કે કેવી રીતે પાર્કના નામ પર પહેલા જ વિવાદ થઈ ચૂક્યો છે. આ જ નહીં આ અગાઉ પણ બાલાસાહેબ ઠાકરેના નામ પર ફૂટબોલ ગ્રાઉન્ડને લઈને પણ વિવાદ થઈ ચૂક્યો છે.નામકરણના નિર્ણય પર કેમ ઉઠી રહ્યા છે સવાલનાના ભાગિરેનો કાઉન્સિલરનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં તેમની તરફથી નિર્ણયને લઈને સવાલ ઉઠી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સીએમના કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી. એક્ટિવિસ્ટે કહ્યું કે, જ્યાં સુધી ગાર્ડન તૈયાર થયો ત્યાં સુધી ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાળ જ સમાપ્ત થઈ ચૂક્યો હતો. પરંતુ એકનાથ શિંદેને ખુશ કરવા માટે ભંગિરેએ કાર્યક્રમ નક્કી કરી દીધો અને ઉદ્ધાટન માટે સીએમને નિમંત્રણ આપ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.