પ્રથમ વરસાદમાં જ ધ્રાંગધ્રાના ગૌરવપથનું ગૌરવ ભુંસાયુ
- શહેરના વોર્ડ નં- 1 માં નવા બનેલા રોડ ઉપર ભુવો પડતા તંત્રની પોલી ઉઘાડી પડીસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાંખી છે. રોડ-રસ્તા ધોવાતા ખાડાનું સામ્રાજ્ય ફેલાયેલુ જોવા મળે છે અને ધ્રાંગધ્રાના ગૌરવપથનું ગૌરવ ભુંસાઇ ગયુ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરનાં ગૌરવપથ રોડ ઉપર અગાઉ જ્યાં ખાડા હતા ત્યાં પ્રિ-મોન્સુન કામગીરીરૃપે માટી નાંખી ખાડા અદ્રશ્ય કરી દીધા હતા, પરંતુ વરસાદના પાણીથી માટી ધોવાતા ફરી પાછા અદ્રશ્ય થયેલા ખાડા જોવા મળી રહ્યા છે. શહેરનાં વોર્ડ નં-૧નાં મયુરનગર વિસ્તારમાં આશરે ત્રણેક મહીના અગાઉ બનેલા સી.સી.રોડ ઉપર પ્રથમ વરસાદે જ મોટો ભુવો પડયો છે. ધ્રાંગધ્રા પંથકમાં પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.