નવી સરકારે સુનકનો નિર્ણય બદલ્યો, હવે આવકમર્યાદા 30 લાખ:બ્રિટનમાં ફૅમિલી વિઝાની આવક મર્યાદા ઘટાડાઈ, 50 હજાર ભારતીયોને રાહત - At This Time

નવી સરકારે સુનકનો નિર્ણય બદલ્યો, હવે આવકમર્યાદા 30 લાખ:બ્રિટનમાં ફૅમિલી વિઝાની આવક મર્યાદા ઘટાડાઈ, 50 હજાર ભારતીયોને રાહત


બ્રિટનની નવી લેબર સરકારે પ્રવાસી ભારતીય પ્રોફેશનલ્સના પક્ષમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફૅમિલી વિઝા માટે હવે વાર્ષિક આ‌વકની મર્યાદા 41 લાખથી ઘટાડીને 30 લાખ કરી દેવાઈ છે. આ નિર્ણયને પગલે બ્રિટનમાં રહેનારા 50 હજારથી વધુ ભારતીય પ્રોફેશનલ્સને લાભ થશે. અગાની ઋષિ સુનક સરકારે પ્રવાસીઓની સંખ્યા ઘટાડવા માટે આવકમર્યાદા 30 લાખથી વધારીને 41 લાખ કરી હતી. આ વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થયેલા આ કાયદાને કારણે ભારતીયોના ફૅમિલી વિઝામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. 2023માં 55 હજારે ફૅમિલી વિઝા માટે અરજી કરી હતી જ્યારે જુલાઈ, 2024 સુધીમાં 33 હજારે જ અરજીઓ કરી છે. લેબર પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં ફૅમિલી વિઝાની મર્યાદા ઘટાડીને પહેલાના સ્તરે લઈ આવવાનું વચન આપ્યું હતું. 3 મોટાં કારણ જેને પગલે બ્રિટને નિર્ણય બદલ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.