શ્રાવણ મહિનો એટલે શિવ, કૃષ્ણ અને રાષ્ટ્રભક્તિનો ત્રિવેણી સંગમ
વડોદરા,તા.28 જુલાઈ 2022,ગુરૂવારઆજે દિવાસો છે એટલે દિવાળીના 100 દિવસ બાકી રહે. દેવ ઉઠી એકાદશી પછી ભગવાન વિષ્ણુ સૂઈ જાય ત્યારે શિવજી જગતનું સંચાલન કરતા હોય છે. જેથી આ મહિનામાં શિવજીનું પૂજન અર્ચન મહત્વનું હોય છે. શિવલિંગ પર જળાભિષેક સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ અંગે ડો.જ્યોતિનાથજીએ જણાવ્યું કે, સોળ ઉપચાર વિષ ઉપચારનું શ્રાવણ મહિનામાં વિશેષ મહત્વ છે. પણ સાથે આ મહિનો માતાઓને પણ પૂજવાનો છે. દિવાસાના દિવસે મહાલક્ષ્મી વ્રત શરૂ થાય છે. માં અન્નપૂર્ણા વ્રત ચાલુ થતા હોય છે. શ્રાવણ મહિનામાં શીતળા સાતમ આવે, ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ઉજવાય, તેમજ આ માસમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધનના પર્વની પણ ઉજવણી થતી હોય છે સાથે સ્વતંત્રદિવસ 15 ઓગસ્ટ પણ શ્રાવણ મહિનામાં આવતો હોય છે. જેથી આ શ્રાવણ મહિનામાં રાષ્ટ્રભક્તિ, કૃષ્ણ ભક્તિ અને શિવભક્તિનો ત્રિવેણી સંગમ થતો હોય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.