સરકારે શેરડીનો ટેકાનો ભાવ રૂ. 15 વધારી રૂ. 305 કર્યો
- ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2022-23થી અમલી- ખેડૂતો માટે એક ક્વિન્ટલ શેરડીનો ઉત્પાદન ખર્ચ 162 રૂપિયા : ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડી પર 88 ટકા વળતરનવી દિલ્હી : ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ ૨૦૨૨-૨૩ માટે સરકારે શેરડીના ટેકાના ભાવમાં ક્વિન્ટલદીઠ ૧૫ રૂપિયા વધારીને ૩૦૫ રૂપિયા કર્યો છે. ખાંડની મિલો પાસેથી ખેડૂતોને એક ક્વિન્ટલ શેરડી માટે ઓછામાં ઓછા ૩૦૫ રૂપિયા મળશે. સરકારના આ નિર્ણયથી શેરડીના પાંચ કરોડ ખેડૂતો, તેમના આશ્ચિતો, ખાંડની મિલો અને તેનાથી સંબધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંચ લાખ શ્રમિકોેને ફાયદો થશે. વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) ૨૦૨૨-૨૩ માટે શેરડીનો ટેકાનો ભાવ ૩૦૫ રૂપિયા કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. માર્કેટિંગ વર્ષ ૨૦૨૨-૨૩ માટે એક ક્વિન્ટલ શેરડીનો ઉત્પાદન ખર્ચ ૧૬૨ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે એક ક્વિન્ટલ શેરડીની પડતર કીંમત ૧૬૨ રૂપિયાની સામે ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ ૩૦૫ રૂપિયા રાખવામાં આવશે. એટલે કે ખેડૂતોને એક ક્વિન્ટલ પર ૧૪૨ રૂપિયાનો ફાયદો થશે. એટલે કે ખેડૂતોને પડતર કીંમત પર ૮૮ ટકાનો નફો થશે. આમ સરકારે ખેડૂતોને ૫૦ ટકાથી વધુ નફો આપવાનું પોતાનું વચન નિભાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.