જુલાઇમાં આટલા દિવસો બેંક બંધ રહેશે, રજાઓની યાદી વાંચી લેજો નહીંતર થશે ધક્કો - At This Time

જુલાઇમાં આટલા દિવસો બેંક બંધ રહેશે, રજાઓની યાદી વાંચી લેજો નહીંતર થશે ધક્કો


દેશમાં એક તરફ સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ ભારતના લોકો હજુ પણ મોટા ભાગના બેંકના કામકાજો બેંકમાં રૂબરૂ જઇને જ પૂરા કરવાને વધુ પ્રાધાન્ય આપે છે. ક્યારેક ઓનલાઇન બેન્કિંગ કામકાજ શક્ય ના બનતા પણ બેંકમાં તેનું કારણ જાણવા માટે જવું પડતું હોય છે. જો કે દર મહિને બેંકમાં RBI દ્વારા નિર્ધારિત બેંક હોલિડેઝ હોય છે. હવે જ્યારે જૂન મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે આ વખતે જુલાઇ મહિનામાં બેંકમાં અનેક દિવસ રજાઓ રહેશે. તેથી તમે પણ બેંકના કામકાજ માટે જુલાઇમાં જવાનું વિચારતા હોય તો એ પહેલા આ રજાઓની યાદી તમારે વાંચવી જરૂરી છે નહીંતર તમારે ધક્કો ખાવાની નોબત આવશે. RBI દ્વારા જુલાઇ 2022 માટે રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે.  તો ચાલો હવે જુલાઇમાં આવતી રજાઓની યાદી પર નજર કરીએ.

1 જુલાઇ - રથયાત્રા

3 જુલાઇ - રવિવાર (સાપ્તાહિક રજા)

5 જુલાઇ - ગુરુ હરગોવિંદ સિંહ પ્રકાશ દિવસ - જમ્મૂ-કાશ્મીર

7 જુલાઇ - ખારચી પૂજા - અગરતાલામાં બેંકો બંધ રહેશે

9 જુલાઇ - શનિવાર એટલે મહિનાનો બીજો શનિવાર, બકરીઇદ

10 જુલાઇ - સાપ્તાહિક રજા (રવિવાર)

11 જુલાઇ - ઇદ-ઉલ-અઝા, જમ્મૂ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે

13 જુલાઇ - ભાનુ જયંતિ

14 જુલાઇ - બેન ડીએનખલામ - શિલોંગમાં બેંકો બંધ રહેશે

16 જુલાઈ: હરેલા- દેહરાદૂનમાં બેંક બંધ

17 જુલાઈ: રવિવારે સાપ્તાહિક

રજા રહેશે 23 જુલાઈ : શનિવાર (મહિ

નો ચોથો શનિવાર) 24 જુલાઈ: રવિવાર 31 જુલાઈ: રવિવાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.