ધંધુકા મોટા ત્રાડીયા ખાતે પરિણીત પાસે દહેજ માંગી, નાની નાની બાબતે ઝઘડાઓ કરી, માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોધાઈ. - At This Time

ધંધુકા મોટા ત્રાડીયા ખાતે પરિણીત પાસે દહેજ માંગી, નાની નાની બાબતે ઝઘડાઓ કરી, માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોધાઈ.


ધંધુકા મોટા ત્રાડીયા ખાતે પરિણીત પાસે દહેજ માંગી, નાની નાની બાબતે ઝઘડાઓ કરી, માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોધાઈ.

ધંધુકા શહેરના મોટા ત્રાડીયા ખાતે રહેતા parinitaae ધંધુકા મથકમાં એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ દ્વારા વારંવાર નાની નાની વાતોમાં માર મારવામાં આવતો હતો તેમજ દહેજની માંગણી કરવામાં આવી હતી, શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને બે વાર risamane ગયા પછી સમાધાન થતા ત્રીજી વાર પણ તેની તેની જ સમસ્યા રહેતા parinitaae પિતા સાથે ફરિયાદ નોંધાવી.

મળતી વિગત પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મોટા ત્રાડીયા ખાતે રહેતા હેતલબેન પ્રવીણભાઈ મકવાણા ઉ વ 26 રહે મોટા ત્રાડીયા ધંધુકા તા ધંધુકા જિલ્લો અમદાવાદને તેમના પતિ દ્વારા વારંવાર નાની નાની વાતોએ માર મારવામાં આવતો હતો તેમજ તેમના પતિ પૈસા વાળા હોવા છતાં તેમની પાસે દહેજની માંગણી કરતા હતા, તેમજ તેમના સાસુ સસરા પણ પતિને chadamani કરીને હેતલબેનને મરવા ઉશકેરતા હતા સાથે હેરાન પરેશાન પણ કરતા હતા. લગ્નના થોડા વર્ષમાં જ આ પ્રમાણેની પરિસ્થિતિ થતા હેતલબેને તેમના પતિ ગૌતમભાઇ ઝવેરભાઇ પરમાર, સસરા ઝવેરભાઇ મોહનભાઇ પરમાર, સાસુ પુરીબેન ઝવેરભાઇ પરમાર વારંવાર માર મારવાની, માનસિક ત્રાસ આપવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા ધંધુકા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.