એનસીસીમાં ખેરાલુ કોલેજનું ગૌરવ - At This Time

એનસીસીમાં ખેરાલુ કોલેજનું ગૌરવ


આર્ટસ અને કોમર્સ કોલેજ ખેરાલુના એનસીસી યુનિટના સિનિયર કેડેટ અંડર ઓફિસર રબારી ગૌતમ કુમારનું સિલેક્શન આર ડી સીમાં પીએમ રેલી માટે થયેલ છે. આગામી ૨૬ મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાનાર પ્રધાનમંત્રી રેલીમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ અત્યારે દિલ્હી ખાતે ટ્રેઈનિંગ લઈ રહ્યા છે. કોલેજના પ્રિ. ડો.બાબુભાઈ ચૌધરી, એનસીસી ઓફિસર ડો.સંજયભાઈ ચૌધરી, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો.ભીખાભાઈ ચૌધરી, મંત્રી રાયસંગભાઈ ચૌધરી સહિત કેળવણી મંડળ પરિવારે અને કોલેજ પરિવારે રબારી ગૌતમ કુમારની આ અનેરી સિદ્ધિને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.