રાજુલા શહેરમાં ઈદે મિલાદ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામા આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tfxku0ncdk7mat2p/" left="-10"]

રાજુલા શહેરમાં ઈદે મિલાદ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામા આવી


રાજુલા શહેરમાં ઈદે મિલાદ પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી શહેરની મુખ્ય બજાર માંથી મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ પર્વ નિમિત્તેભવ્ય જુલુસ (યાત્રા) કાઢવામાં આવી હતી. ઈદે મિલાદ એ ઇસ્લામ ધર્મમાં સૌથી આદર સાથે ઉજવાતો તહેવાર છે કારણ કે એવું માનવામાં આવે છે ઇસ્લામના ધર્મના પૈગંબર મોહમ્મદ સ.અ.વ.નો જન્મ આ દિવસે થયો હતો અને એવું પણ મનાય છે કે તેમનું મૃત્યુ પણ આ દિવસે થયું હતું એટલે જ આ તહેવારને બારવફાત તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દિવસે ઇસ્લામ ધર્મના લોકો મસ્જિદમાં જઈને નમાઝ અદા કરે છે. અને હઝરત મહંમદ પયગંબર સાહેબના શિક્ષા અને ઉપદેશોને અમલમાં મુકવાનો સંકલ્પ કરે છે. આ દિવસે પ્રારંભિક રસોઈ કરવામાં આવે છે અને તેને જરૂરિયાત મંદ અથવા તો ગરીબ લોકોને વેચવામાં આવે છે આ દિવસે મુસ્લિમ સમાજના લોકો વિશ્વભરમાં જુલુસ કાઢે છે અને મોહમ્મદ પેગંબર સાહેબના ઉપદેશોથી વિશ્વને વાકેફ કરે છે. ત્યારે રાજુલા શહેરની મુખ્ય બજારો માંથી મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદારો જોડાયા હતા અને આ યાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના સાધુ-સંતો સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર પણ આ યાત્રામાં હાજર રહ્યા હતા. રાજુલા શહેર મુસ્લિમ સમાજ દ્વારા શહેરના પ્રતિનિષ્ઠ કર્મચારીઓ અને અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને મુખ્ય માર્ગોમાં ન્યાજ એટલે કે (પ્રસાદી)નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:-આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]