જમ્મુ-કાશ્મીરમાં ફરી શરૂ થયું ટાર્ગેટ કિલિંગ, બાંદીપોરામાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની હત્યા કરી
- મૃતકની ઓળખ બિહારના પ્રવાસી મજૂર મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે, તેમના પિતાનું નામ મોહમ્મદ જલીલ છેશ્રીનગર, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવારજમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા ખાતે આતંકવાદીઓએ ગુરૂવાર-શુક્રવારની મધ્ય રાત્રિએ એક બિન-કાશ્મીરીની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક પરપ્રાંતિય મજૂર હતો જે બિહારના મધેપુરા જિલ્લાનો રહેવાસી હતો. તેની ઓળખ મોહમ્મદ અમરેજ (19 વર્ષ) તરીકે થઈ છે. ગોળી વાગ્યા બાદ અમરેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.During intervening night, #terrorists fired upon & injured one outside #labourer Mohd Amrez S/O Mohd Jalil R/O Madhepura Besarh #Bihar at Soadnara Sumbal, #Bandipora. He was shifted to hospital for treatment where he succumbed.@JmuKmrPolice— Kashmir Zone Police (@KashmirPolice) August 12, 2022 કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, મધ્ય રાત્રિ દરમિયાન આતંકવાદીઓએ બાંદીપોરાના સોદનારા સુમ્બલ ખાતે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક બહારનો મજૂર ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ બિહારના પ્રવાસી મજૂર મોહમ્મદ અમરેજ તરીકે થઈ છે. તેમના પિતાનું નામ મોહમ્મદ જલીલ છે.ટાર્ગેટ કિલિંગનો આ મામલો રાજૌરીમાં આર્મી કેમ્પમાં આતંકીઓની ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસના 24 કલાકની સામે આવ્યો છે. ગુરૂવારે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 4 જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા.આ હુમલો લગભગ 3 વર્ષના અંતરાલ બાદ જમ્મુ અને કાશ્મીરમાં 'ફિદાયીન' (આત્મઘાતી હુમલાખોરો)નું પુનરાગમન દર્શાવે છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ઘાતક 'સ્ટીલ કોર' ગોળીયોથી સજ્જ હતા અને 4 કલાકથી વધુ ચાલેલી અથડામણમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.