તિસ્તા શેતલવાડ કોંગ્રેસી નેતા એહમદ પટેલે ગુજરાતના CM મોદી સામે રચેલા કાવતરાનું પ્યાદું હોવાનો અહેવાલ - At This Time

તિસ્તા શેતલવાડ કોંગ્રેસી નેતા એહમદ પટેલે ગુજરાતના CM મોદી સામે રચેલા કાવતરાનું પ્યાદું હોવાનો અહેવાલ


અમદાવાદ,તા.16 જુલાઈ 2022,શનિવારગુજરાતને બદનામ કરવાના કેસમાં ધરપકડ કરાયેલ મુંબઇની સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આર.બી.શ્રીકુમાર દ્વારા કરાયેલી જામીન અરજીમાં આજે સીટ તરફથી મહત્વપૂર્ણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. સીટ દ્વારા સોંગદનામાંમાં બહુ મહત્વના વાત રજૂ કરાઇ હતી કે, તિસ્તા સહિતના આરોપીઓએ પોતાના બદઇરાદાઓ પાર પાડવા અને આર્થિક, રાજકીય તેમ જ અન્ય લાભો ખાટવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દૂરપયોગ કરી બહુ મોટુ કાવતરૂ રચ્યું હતુ. તિસ્તાએ કોંગ્રેસના સાંસદ સ્વ.એહમદ પટેલ સાથે બેઠકો યોજી પહેલા પાંચ લાખ અને પછી રૂ.૨૫ લાખ મેળવ્યા હતા. એટલું જ નહી,ક કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારના ઇશારે તિસ્તા આણિમંડળીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓને ફસાવવાનું અને ગુજરાતને બદનામ કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. આમ, આ એક ગંભીર પ્રકારના બહુ મોટા કાવતરાનો કેસ છે, તેથી બંને આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દેવી જોઇએ. કોર્ટે સીટના સોગંદનામાને રેકર્ડ પર લઇ બંન આરોપીઓની જામીન અરજીની વધુ સુનાવણી સોમવાર પર મુકરર કરી હતી.  તિસ્તા સહિતના આરોપીઓ બાય હુક ઓર ક્રૂક ગમે તે ભોગે ગુજરાત સરકારને ઉથલાવવા માંગતા હતા : સાક્ષીઓના નિવેદનમાં પણ ખુલાસોગુજરાત વિરૂધ્ધના ષડયંત્રના ચકચારભર્યા કેસમાં તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમાર દ્વારા કરાયેલી જામીનઅરજીમાં સીટ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર મીતેશ અમીન અને અમિત પટેલે મહત્વનું સોગંદનામું રજૂ કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર જ આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આરોપીઓએ ઝાકીયા જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અલગ અલગ કમીશનમાં રજૂ કરી ખુદ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત નિર્દોષ વ્યકિતઓને ખોટી રીતે સંડોવી તેઓની વિરૂધ્ધ પ્રોસીડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રહે તે પ્રકારે ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂં અને ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું છે. આરોપીઓએ વિરોધી પાર્ટી તરફથી ગેરકાયદે નાણાં અને અન્ય લાભો ખાટવાના બદઇરાદાથી આ લાર્જર કોન્સ્પીરેસી રચી હતી., જે બાબત બે સાક્ષીઓના નિવેદનમાં પણ સામે આવી છે. તિસ્તાની કોંગ્રેસના સ્વ.એહમદ પટેલ સાથે મીટીંગો થઇ હતી, જેમાં તેણીને પહેલા પાંચ લાખ અને પછી રૂ.૨૫ લાખ અપાયા હતા : સાક્ષી સાક્ષીઓના નિવેદન મુજબ, આ સમગ્ર કાવતરૂં તિસ્તા શેતલવાડ દ્વારા અન્ય આરોપીઓ સાથે મળી કોંગ્રેસના રાજયસભાના સાંસદ સ્વ.એહમદ પટેલ વતી ઘડવામાં આવ્યું હતું. આરોપી તિસ્તા શેતલવાડે ગોધરા ટ્રેનના જઘન્ય હત્યાકાંડ પછી આ બહુ મોટા કાવતરાના ભાગરૂપે સ્વ.એહમદ પટેલ સાથે એક મીટીંગ યોજી હતી અને પહેલા તબક્કામાં રૂ.પાંચ લાખ મેળવ્યા હતા. બે દિવસ બાદ સ્વ. એહમદ પટેલ અને તિસ્તા વચ્ચે શાહીબાગ સર્કિટ હાઉસમાં ફરી મીટીંગ યોજાઇ હતી, જેમાં સંબંધિત સાક્ષી દ્વારા એહમદ પટેલના નિર્દેશાનુસાર બીજા રૂ.૨૫ લાખ તિસ્તાને આપ્યા હતા. એક સાક્ષીના કહેવા મુજબ, ગોધરા તોફાનોના એક અઠવાડિયામાં તે અને તિસ્તા શેતલવાડ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે જુદા જુદા રિલીફ કેમ્પ અને વિસ્તારોમં મુલાકાત લીધી હતી. એ વખતે તિસ્તાએ જુદા જુદા રાજકીય હોદ્દેદારો સાથે કેટલીક મીટીંગો પણ યોજી હતી. એ વખતે તિસ્તાએ આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે પણ મીટીંગ યોજી હતી કે જયારે તેઓને રાહત કે બચાવ કાર્ય સાથે કોઇ લેવાદેવા ન હતી. આ બંને સાક્ષીઓના નિવેદનમાં એવો પણ ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, તિસ્તા અને અન્ય આરોપીઓ તોફાનોના ચાર મહિના બાદ તિસ્તા શેતલવાડ અને સંજીવ ભટ્ટ નવી દિલ્હી ખાતે સ્વ.એહમદ પટેલના નિવાસસ્થાને તેમને ગુપ્ત રીતે મળ્યા હતા. રમખાણગ્રસ્ત લોકોના નામે ફંડ એકત્ર કરવાના આશયથી તિસ્તા અને સંજીવ ભટ્ટ મળતા હતા. તપાસનીશ અધિકારી દ્વારા એકત્ર કરાયેલા પુરાવામાં પણ સ્પષ્ટ થયુ છે કે, રમખઆમો બાદ દિલ્હીમા આરોપીઓની રાજકગીય નેતાઓ સાથે કેટલીક મીટીંગો યોજાઇ હતી, જેમાં તિસ્તાએ વખતની કન્દ્રમાં સત્તામાં બેઠેલી મહત્વની રાજકીય પાર્ટીના નેતાઓ સાથે રમખાણ કેસોમાં ગુજરાતની ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓને સંડોવવાની ચર્ચા કરી હતી. સાક્ષીઓના નિવેદન પરથી સામે આવેલી ચોંકાવનારી બીજી સ્ફોટક હકીકતો- પાંડરવાડા નરકંકાલ પ્રકરણ વખતે પણ આરોપીઓ અને આ સાક્ષી સ્થળ પર ગયા ત્યારે આરોપી તરફથી ભાજપ સરકારને ત્રણ દિવસમાં રાજીનામું આપવું પડશે તેવી ટિપ્પણી કરી હતી. - આ સાક્ષી અને એક અજાણ્યા રાજકીય નેતાની હાજરીમાં થયેલી વાતચીત દરમ્યાન તેણીની રાજકીય મહત્વાકાંક્ષા ઉજાગર થઇ હતી. જેમાં તેણી જણાવે છે કે, શબાના અને જાવેદ મીયા બીબીને ચાન્સ આપવાનો..? મને કેમ રાજયસભાના મેમ્બર બનાવતા નથી. - આ મોટા કાવતરાના ભાગરૂપે નિર્દોષ વ્યકિતઓ કે જેઓનો ગુનામાં કોઇ ભૂમિકા ન હતી, તેઓને ખોટી રીતે કેસોમાં અને બદઇરાદાપૂર્વકના પ્રોસીકયુશન-લીટીગેશન્સમાં સંડોવી દેવાના તિસ્તા અને તેની મંડળીના પ્રયાસ બદલ તેણીને ભારત સરકાર દ્વારા ૨૦૦૭માં પદ્મ શ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. - એક કુત્બુદ્દીન અન્સારીનો ફોટો પ્રેસ ફોટોગ્રાફર દ્વારા તા.૧-૩-૨૦૦૨ના રોજ કલીક કરાયો હતો, તેનો તિસ્તાની સંસ્થા સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસના ફિલ્ડ કન્વીનર રઇશખાન પઠાણે એપ્રોચ કર્યો હતો અને તિસ્તાના કહેવાથી તેને અને તેના પરિવારને પહેલા મુંબઇ અને પછી કલકત્તા લઇ જવાયો હતો, જયાં તેને જુદી જુદી મીડિયા ચેનલ સમક્ષ રજૂ કરાયો હતો. - આ ફોટાઓ અને ઇન્ટરવ્યુ માત્ર તિસ્તા દ્વારા રમખાણગ્રસ્તોના નામે મોટુ આર્થિક ફંડ એકત્ર કરવા માટે જ નહી પરંતુ ગુજરાતની છબી રાજકીય રીતે ખરડાવવા માટે પણ ઉપયોગ કરાયો હતો. આ સાક્ષીએ તમામ મીડિયા ચેનલ અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ એ વખતે ભવિષ્યમાં તેની ઇમેજનો ઉપયોગ પ્રતિબંધિત કરવા માંગણી કરી હતી. - આરોપીઓના રાજકીય અને આર્થિક સ્વાર્થનો હેતુ એપ્રિલ-મે-૨૦૧૧ દરમ્યાન ગુજરાત સરકારમાંથી ફોરવર્ડ થયેલા કેટલાક ઇમેલ મેસેજ પરથી પણ સ્પષ્ટ થાય છે કે જયારે સંજીવ ભટ્ટ અને અન્યો વચ્ચે ઇ-મેલની આપલે થઇ હતી. - કેટલાક ઇમેલ પરથી એ પણ ફલિત થાય છે કે, એ વખતે કોંગ્રેસના ટોચના નેતાઓ સંજીવ ભટ્ટના સતત સંપર્કમાં હતા. કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે સંજીવ ભટ્ટની બેઠકો પણ યોજાઇ હતી. તિસ્તા શેતલવાડે સંજીવ ભટ્ટની નાણાવટી પંચમાં જુબાની પહેલાં તેને શીખવાડયુ હતુ.- ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યા પાછળ તત્કાલીન સીએમનો હાથ હોવા અંગેના તેમના પિતા વિઠ્ઠલભાઇ પંડયાના નિવેદન બાદ તિસ્તાએ વિઠ્ઠલભાઇ પંડયાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને તેની સંસ્થા જોઇન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. - એ વાત પણ સામે આવી છે કે, વિઠ્ઠલભાઇને તિસ્તાને મળવા માટે મુંબઇ પણ લઇ જવાયા હતા- વિઠ્ઠલભાઇની ફરિયાદ તિસ્તાના વકીલ સોહેલ તીરમીજીની ઓફિસમાં તૈયાર કરાઇ હતી- જયારે વિઠ્ઠલભાઇને સોહેલ તીરમીજીની ઓફિસે સહી કરવા બોલાવ્યા ત્યારે તેમણે સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો કરાણ કે, તિસ્તા દ્વારા તૈયાર કરાયેલી ફરિયાદમાં કેટલાક નિર્દોષ વ્યકિતઓના નામ ઉમેરાયા હતા- ૨૦૦૯થી ૨૦૧૧ વચ્ચે તિસ્તાની સીજેપીને રૂ.૬૩ લાખનું ફંડ મળ્યું હતુ, જે સીજેપીની આઇડીબીઆઇ બેંક એકાઉન્ટમાં જમા થયુ હતુ- ૨૦૦૮થી ૨૦૧૧ દરમ્યાન રૂ.૮૮ લાખનું મળેલુ ફંડ સબરંગ ટ્રસ્ટના યુનિયન બેંકના ખાતામાં જમા થયુ હતુ. - ઝાકીયા જાફરીએ ઉલટતપાસમાં જાતે જ કહ્યું હતુ કે, એ વાત ખરી છે કે, અમને તિસ્તા શતેલવાડ અને શ્રી કુમારે જે જે જણાવ્યુ તે પ્રમાણે હું અને બીજા સાક્ષીઓ બોલીએ છીએ. હવે હું કહુ છું કે, મારે તિસ્તા શેતલવાડ અને શ્રીકુમાર સાથે કોઇ સીધી વાત થયેલ નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.