વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ બુધવારે યોજાતા હાટ બજારમાં મતદાન જાગૃતિ માટે મતદાન શપથ અને સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/teb2fdl4q3bnjb0v/" left="-10"]

વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ બુધવારે યોજાતા હાટ બજારમાં મતદાન જાગૃતિ માટે મતદાન શપથ અને સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો


વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ બુધવારે યોજાતા હાટ બજારમાં મતદાન જાગૃતિ માટે મતદાન શપથ અને સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ ,ગુરૂવાર :- મતદાન જાગૃતિની કામગીરીના ભાગ રૂપે વાલિયા ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસિપેશન (સ્વીપ) અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નેજા હેઠળ વોટર્સ અવેરનેસ સેમિનાર યોજાયો હતો. જેમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થી જોડાયા હતા. જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતદાન કરવાના છે તેમને ચૂંટણી અને તેમાં થતા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ ઇન્સટ્રકટરોએ મતદાન શપથ અને સિગ્નેચર કેમ્પેઈન કર્યું હતું.

વધુમાં મતદાનની ટકાવારી વધારવાના હેતુસર વાલિયા ખાતે બુધવારે યોજાતી હાટ બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકો માટે મતદાન જાગૃતિ કેમ્પેઈન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા કે, હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે, ગુજરાત વિભાનસભા સામાન્ય ચૂંટણીમાં હું કોઈપણ ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવથી દુર રહીને અન્ય કોઈ રીતે પ્રલોભિત થયા વીના મતદાન કરીને લોકશાહીનો અવસર ઉજવીશ.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]