TDPના આરોપ – જગને પોતાના માટે મહેલ બનાવ્યો:ઋષિકોંડા પહાડ પર બનાવવામાં આવેલા વૈભવી રિસોર્ટ પાછળ રૂ. 500 કરોડ ખર્ચ; બાથરૂમ પણ એર કંડીશન્ડ, જનતાના પૈસે લીલા-લહેર
આંધ્રપ્રદેશમાં સરકાર બનાવ્યા બાદ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ ભૂતપૂર્વ સીએમ અને YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડી પર પબ્લિકના રુપિયાનો દુરુપયોગ કરવાના આરોપ લગાવ્યા છે. TDPનું કહેવું છે કે જગને વિશાખાપટ્ટનમમાં સમુદ્ર કિનારે ઋષિકોંડા પહાડ પર પોતાના માટે લક્ઝરી સી-ફેસિંગ રિસોર્ટ બનાવ્યું છે. આમાં જનતાના 500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. TDP ધારાસભ્ય જી શ્રીનિવાસ રાવે NDA પ્રતિનિધિમંડળ અને પત્રકારો સાથે રિસોર્ટની મુલાકાત લીધી હતી. આ પછી, પાર્ટીએ 16 જૂને X પર એક પોસ્ટ શેર કરી અને દાવો કર્યો કે આ રિસોર્ટની ઈન્ટીરિયર ડિઝાઇનમાં 33 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આરોપ છે કે રિસોર્ટમાં 15 લાખ રૂપિયાના 200 ઝુમ્મર લગાવવામાં આવ્યા છે. મોંઘીદાટ રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી છે. બાથરૂમથી લઈને આખા રિસોર્ટમાં સેન્ટ્રલ એર કન્ડીશનીંગ સિસ્ટમ છે. લક્ઝરી રિસોર્ટની તસવીરો... શ્રીનિવાસ રાવની મુલાકાત બાદ TDPનો દાવો YSRCPએ કહ્યું- આ બિલ્ડિંગ સરકારની છે
જો કે, YSRCPએ TDPના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ બિલ્ડિંગ સરકારની છે. તેને જગન મોહનની અંગત મિલકત કહેવી ખોટી છે. આ રિસોર્ટ આંધ્ર પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ દ્વારા પ્રવાસન પ્રોજેક્ટર તરીકે બનાવવામાં આવ્યો છે. આ માટે મે 2021માં કેન્દ્ર સરકાર પાસેથી કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરી લેવામાં આવી હતી. ટીડીપીના દાવા પર પૂર્વ મંત્રીએ કહ્યું- આ હવેલી રેડ્ડીની નથી
YSRCP નેતા અને પૂર્વ ઉદ્યોગ મંત્રી જી. અમરનાથે આરોપ લગાવ્યો કે ટીડીપી રિસોર્ટને એવી રીતે રજૂ કરી રહી છે કે જાણે તે રેડ્ડીની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મિલકત વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોને હોસ્ટ કરવા માટે હતી, કારણ કે વિઝાગ રાજધાની બનવા જઈ રહી હતી. આ સીએમની કેમ્પ ઓફિસ નહોતી. તેમણે એમ પણ કહ્યું કે ટીડીપી સત્તામાં છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અથવા અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓ માટે રિસોર્ટનો ઉપયોગ કેવી રીતે કરવો. આ અંગે વિચાર કરવાને બદલે ટીડીપી રિસોર્ટને જગનનું ઘર હોય તેમ રજૂ કરી રહી છે. આ યોગ્ય નથી. અમરનાથે કહ્યું કે આ ઇમારત સરકારની છે, રેડ્ડી કે YSRCPની મિલકત નહીં. આ સમાચાર પણ વાંચો... ચંદ્રાબાબુ પરિવારની સંપત્તિમાં 5 દિવસમાં ₹858 કરોડનો વધારો થયો છે, હેરિટેજ ફૂડ્સના 35.71% હિસ્સા સાથેના શેરમાં 55%નો વધારો ચંદ્રાબાબુ નાયડુ પરિવારની સંપત્તિમાં છેલ્લા 5 દિવસમાં 858 કરોડ રૂપિયાનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમયગાળા દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં 55%ના ઉછાળાને કારણે આવું બન્યું છે. હેરિટેજ ફૂડ્સના પ્રમોટર નારા લોકેશ છે, જે પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુના પુત્ર છે. ચંદ્રાબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.