રાજુલા વિધાનસભા સાથે ઉમરાળાના રંઘોળા સહિતની શાળાના બાળકોને બે લાખ પતંગ વિતરણ કરતા અંબરીષ ડેર - At This Time

રાજુલા વિધાનસભા સાથે ઉમરાળાના રંઘોળા સહિતની શાળાના બાળકોને બે લાખ પતંગ વિતરણ કરતા અંબરીષ ડેર


*ઉતરાયણ આવે ને પતંગ યાદ આવે પતંગની સાથે બાળકોને અંબરીષ ડેર પણ યાદ આવે*

*રાજુલા એકલું નહિ પણ 143 ગામોના બાળકો પતંગ જોઈને ખુશ ખુશાલ થઈ ગયા*

*રાજુલા જાફરાબાદ પંથક સાથે ઉમરાળાના રંઘોળા સહિતની શાળાના બાળકોને બે લાખ પતંગ વિતરણ કરાઈ*

રાજુલાના અભૂતપૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેર માટે એક સૂત્ર જે સૌની કરે કેર એજ હોયને અંબરીષભાઈ ડેર જેમાં હરહંમેશ જેની કેર કરતા આવ્યા છે એવા નાના નાના ભૂલકાઓનાં હ્રદયમાં રાજ કરનાર રાજુલા વિધાનસભા નાં અભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ ના કર્મચારી મંડળના અધ્યક્ષ અંબરીષભાઈ ડેર દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ રાજુલા જાફરાબાદ ખાંભાના 142 ગામોની સાથે ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું અને સાથો સાથ બાળકોને પક્ષીઓનું ધ્યાન રાખવાનો સંદેશ આપતા અંબરીષ ડેર દ્વારા જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ નિમિતે મારા મિત્રો અને કાર્યકર્તાઓ દ્વારા રાજુલા વિધાનસભામાં સમાવિષ્ટ 142 ગામોની બધીજ સરકારી સ્કૂલોના અંદાજે 50 હજાર ભૂલકાઓને માત્ર 3 દિવસમાં પતંગ વિતરણ કરી ખૂબ રાજી કર્યા તે ખુબજ સરાહનીય બાબત છે ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમયે પક્ષીઓ ગગનમાં વિહાર કરતા હોય છે ત્યારે તેને નુકશાન ન થાય એમની કાળજી લઈ પતંગ ચગાવવા એવો સંદેશ પણ આપવાનો પ્રયત્ન કર્યો ઉત્તરાયણના પાવન પર્વ ની શુભેચ્છાઓ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.