સરંભડા ગ્રામજનોની સુવિધામાં વધારો કરવા 126 લાખના વિકાસ કાર્યોનુ ભૂમિપૂજન
સરંભડા ગ્રામજનોની સુવિધામાં વધારો કરવા 126 લાખના વિકાસ કાર્યોનુ ભૂમિપૂજન
અમરેલી વડિયા કુંકાવાવના ઉર્જાવાન ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડ કૌશિકભાઈ વેકીરયાએ અમરેલી મતવિસ્તારમા સમાવિષ્ઠ સરંભડા ગામે સી.સી.રોડ અંદાજિત રૂ.૯૦ લાખ તેમજ અંદાજિત રૂ.૩૬ લાખના ખર્ચે નિર્માણ થનાર પેટા આરોગ્યકેન્દ્રનું ખાતમુર્હુત કર્યું હતું.આ પ્રંસેગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા વેકરીયાએ જણાવ્યું હતું, રાજ્યના સમગ્ર ગામડાઓમાં શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી કરી, લોકોના આરોગ્ય કલ્યાણ અર્થે સરકાર નિરંતર કાર્યરત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મા ગામડાનો અને સુવિધા શહેરી વિચારબીજને રાજ્ય સરકારના માધ્યમથી છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને પાયાની સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિશ્રી શંભુભાઈ મહિડા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી સંધ્યાબેન રાજેશભાઈ કાછડીયા, ભાજપ અગ્રણી શ્રી મગનભાઈ હરખાણી, સરપંચ શ્રી વિનુભાઈ દુધાત સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.