વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૩૦ કાર્યક્રમ યોજાયા, ૧૫ હજારથી વધુ લોકો વિકાસ યાત્રામાં જોડાયા
સાબરકાંઠા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા
*******
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૩૦ કાર્યક્રમ યોજાયા, ૧૫ હજારથી વધુ લોકો વિકાસ યાત્રામાં જોડાયા
...................
ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધ્યો છે અને હજુ પણ સરકારની કલ્યાણકારી યોજનાઓ નિરંતર ચાલી રહી છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે સાબરકાંઠા જિલ્લામાં ફરી રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે. આ અંતર્ગત કુલ ૭૬ જેટલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦ જેટલા કાર્યક્ર્મો પૂર્ણ થયા હતા. વિકાસ યાત્રાના રથનું કુમકુમ તિલકથી ગામે ગામ ઉત્સાહ પૂર્વક સ્વાગત કરવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લામાં બે વિકાસ રથ ભ્રમણ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં ૧૫૫૪૪ નાગરીકોએ આ રથ યાત્રા થકી યોજનાકીય માહિતીનો લાભ લીધા છે. આ ૯૧ જેટલા ખાતમૂહુર્ત, ૧૧૫ લોકાર્પણના કામો સાથે નવા ૪૫૪ કામોની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની દરેક યોજનામાં છેવાડાના લોકોનું હિત સમાયેલું હોય છે. સરકારની વિવિધ યોજનાથી લોકોને વિકાસની નવી રાહ મળી છે. ૨૦ વર્ષમાં ગુજરાત સરકારે સમગ્રતયા વિકાસ સાધ્યો છે. જેના થકી લોકોનું જીવન ધોરણ ઉપર આવ્યું છે. ત્યારે એક પણ વ્યક્તિ સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારનો વિકાસ રથ ગામે ગામ ગામે ગામ ફરી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાની માહિતી આપી તેના લાભો સમજાવ્યા હતા.દરેક ગામોમાં લાભાર્થીઓને વિવિધ યોજનાની સહાય વિતરણ ,વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.
આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.