રાજકોટમાં પરિણીતાને પતિ શારીરિક-માનસિક ત્રાસ આપી મારકૂટ કરતો, દારૂ પીવાની ટેવ ધરાવતો, કામ-ધંધો કરતો નહીં
રાજકોટની પરિણીતાએ તેના પતિ ભરતભાઇ ખીમજીભાઇ ઘેવરિયા વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપી ગાળો આપી મારકૂટ કરવા અંગે મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ વિરૂદ્ધ IPC કલમ 498(ક), 323 અને 504 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ ફરિયાદમાં પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.