ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોકમાં શિવરાત્રીની રાત્રિએ અસામાજિક તત્વ દ્વારા કરવામાં આવેલ દાદાગીરી અને લુખ્ખાગીરી સામે કાર્યવાહી કરવા જાહેર ચોકમાં રાત્રે અને સવારે હજારોના ટોળા એકઠા થયા
અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રાત્રે લોકો ઉમટ્યા અને સવારે ધંધા રોજગાર બંધ કર્યા
બબાલના વાયરલ થયેલ વીડિયોમાં અલગ વ્યક્તિ દેખાઈ રહ્યો છે જ્યારે કોઈ અન્ય એક વ્યક્તિ સામે જી.પી. એક્ટ મુજબ ફરિયાદ નોંધી
શિવરાત્રીની રાત્રિએ એક લાંબા વાળ વાળો મોટરસાયકલ ચાલક ઉપલેટાનો બાપ છું તેમ કહી જાહેરમાં મારામારી અને ગાળાગાળી કરતો વીડિયો વાયરલ થયો છે
ઉપલેટા પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાંથી છરી સાથે એક વ્યક્તિની ઝડપી લીધેલ હોવાની પોલીસ ફરિયાદ નોંધી
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉપલેટા શહેરમાં બાપુના બાવલા ચોકમાં શિવરાત્રીની રાત્રે એક રીક્ષા ચાલક અને મોટરસાયકલ ચાલક વચ્ચે બબાલ સર્જાય હતી જેમાં રિક્ષાચાલક પોતાની સાઈડમાં પરિવાર સાથે જતો હતો જ્યારે સામેની સાઈડથી એક મોટરસાયકલ ચાલક આવ્યો અને ગાડી પડી ગઈ હોવાની બાબતે બબાલ સરજી મારામારી અને ગાળા ગાડી કરી રહ્યો હોવાની બાબત સામે આવી હતી જેમાં મોટરસાયકલ ચાલક ગાળા ગાડી કરતો હોય અને મારામારી કરતો હોય તેવા વિડિયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યા છે જેમાં આ વ્યક્તિ બનાવતા સમયે હું ઉપલેટા નો બાપ છું તેમ કહી જાહેરમાં સૌ કોઈને બેફામ ગાળો આપી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું એમાં બનાવ બન્યો તે સમયે વાયરલ વીડિયોની અંદર દેખાતા વ્યક્તિની ઓળખ કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે એક લાંબા વાળ વાળો મોટરસાયકલ ચાલક રીક્ષા ચાલક સાથે મારામારી કરતો હતો અને ગાળા ગળી કરતો હતો અને બાદમાં અન્ય વ્યક્તિઓને બોલાવીને વધુ બબાલ સરજી હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ બાબતને લઈને બીજા દિવસે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને ચોકમાં લાવવામાં આવે તેવી માંગ સાથે ઉપલેટા શહેરના બાવલા ચોકમાં લોકોના ટોળા એકઠા થયા હતા જેમાં આ ટોળા એકઠા થયા બાદ કોઈ વધુ બબાલો ન સર્જાય કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ઉપલેટા તેમજ આસપાસની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો જેમાં રાત્રે દરમિયાન પોલીસે તેમની ઉપર સવારે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપતા લોકોના ટોળા વિખેરાઈ ગયા હતા જે બાદ બીજે દિવસે સવારે એક વ્યક્તિને ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે લાવવામાં આવ્યો હતો જે બાદ લોકોએ સંતોષ માનતા મામલો ઠાડે પડ્યો હતો જોકે તેમની ઉપર કાર્યવાહી કરવા અને ડાકલા રૂપ કાર્યવાહી કરવા માટે ઉપલેટાના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડી સમર્થન પણ આપ્યું હતું.
મહાશિવરાત્રીની રાત્રિએ ઉપલેટા નો એક પરિવાર છકડો રિક્ષામાં બેસી બાવલા ચોક પાસેથી પોતાના કામ અર્થે પોતાની સાઇડ નીકળ્યો હતો જેમાં રોંગ સાઈડ બાજુથી આવીને એક લાંબા વાળ વાળો મોટરસાયકલ ચાલક રીક્ષા સાથે મોટરસાયકલ ટકરવાની બાબતે બેફામ ગાળા ગાડી કરી મારામારી કરવા લાગ્યો હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે તેમની સામે કાર્યવાહી કરવા બીજે દિવસે રાત્રિએ લોકોના હજારોની સંખ્યામાં ટોળા એકઠા થયા હતા. ઉપલેટા પોલીસે ઉપલેટા શહેરના લાટી પ્લોટ વિસ્તારમાંથી એક વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં છરી સાથે ઝડપી લીધો હોવાની પોલીસ ફરિયાદ સાંજના સમયે પોલીસે દાખલ કરી છે એમાં ઝડપાયેલા વ્યક્તિનું નામ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદની અંદર ઉપલેટા શહેરના ઢાંકની ગાડીના મિયાણા વાસ વિસ્તારમાં રહેતા અબુ ઉર્ફે ડાડુ અજીતભાઈ જામ સામે જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો જેમાં જેમની સામે આ ગુનો દાખલ કર્યો હતો તે વ્યક્તિને સવારે ઉપલેટા શહેરના બાપુના બાબલા ચોક ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પોલીસે હવે પરિસ્થિતિ કાબુમાં હોવાનું જણાવ્યું છે જોકે અહીંયા ચર્ચા એ વાતની થાય છે કે મારામારી કરનાર શખ્સ કોઈ અન્ય લાંબા વાળ વાળો મોટરસાયકલ ચાલક હોવાના વીડિયોની અંદર દ્રશ્યો દેખાય છે જ્યારે જેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તે વ્યક્તિ કોઈ અલગ હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે જો કે આ બબાલ અને માથાકૂટની બાબત હિંદુ-મુસ્લિમ વાદ ઉપર ઉતરી ગઈ હતી જેમાં હિન્દુ સંગઠનના આગેવાનો અગ્રણીઓ રાત્રે તેમ જ દિવસના બહોળી સંખ્યામાં ઉપલેટા શહેરના જાહેર ચોક એવા બાબલા ચોક ખાતે ઉમટી પડ્યા હતા અને કાર્યવાહીની માંગ સાથે બેસી ગયા હતા.
મારામારી સમયે ઉપસ્થિત લોકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે રીક્ષા ચાલક પોતાની સાઇડમાં જતો હતો જ્યાં મોટરસાયકલ ચાલક આવી અને તેમની સાથે બબાલ સર્જવા લાગ્યો હતો જેમાં આસપાસના વિસ્તારના લોકોએ ઉતારેલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક લાંબા વાળ વાળો યુવક જેની ઓળખ નથી થતી તે યુવક ગાળાગાળી અને મારામારી કરી રહ્યો હતો તેમને ક્યાંય બતાવવામાં ન આવ્યો હોવાની પણ ભારે ચર્ચા શરૂ થઈ છે અને તેમની સામે પણ કોઈ કાર્યવાહી કે પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે બનાવ બાદ ત્રીજા દિવસે જાહેર ચોકમાં લાવવામાં આવેલ વ્યક્તિ કોઈ અલગ વ્યક્તિ હોવાની પણ શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે જો કે પોલીસે જે પોલીસ ફરિયાદ નોંધ છે તેમાં ઝડપ પહેલા વ્યક્તિને પોલીસે ઉપલેટા શહેરના લાટી પ્લોટ વિસ્તારમાંથી છરી સાથે ઝડપી લીધો હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે તો કે આ બધા બાબતને લઈને રાજકીય આગેવાનો અને તંત્ર એ સાથે મળી દેખાવ કરવા માટે અને ગુમરાહ કરવા માટે અલગ જગ્યાએથી અલગ વ્યક્તિને પકડી અને અલગ જગ્યા ઉપર લાવ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે તો કે આ અંગે કાયદા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તે એક સામાન્ય પ્રકારની ફરિયાદ છે જેમાં કોઈ યોગ્ય કે કાયદેસરની અને મજબૂત દાખલા સ્વરૂપ કાર્યવાહી ન થઈ શકે તેવું પણ કાયદાના નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે જો કે હાલ ઉપલેટામાં મામલો શાંત છે ત્યારે લોકોની માંગ હતી કે આ બાબતમાં સામેલ તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ અને આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમનું સરઘસ કાઢવામાં આવે તેવી માંગ ઉઠી હતી ત્યારે પોલીસે બીજે દિવસે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ રાત્રે લોકોના ટોળા વિખેરાઈ ગયા હતા અને બીજે દિવસે સવારે ખાતરી ન થાય ત્યાં સુધી ધંધો રોજગાર બંધ કરવાના આહવાન સાથે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા જેમાં બીજે દિવસે સવારે વેપારીઓએ ધંધા રોજગાર ખોલ્યા હતા જે બાદ ધંધા રોજગાર બંધ કરી જાહેર ચોકમાં જેમની સામે ૨૭ ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાઈ હતી તે વ્યક્તિને લાવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી ત્યારે તેમને જોવા અને પોલીસની કાર્યવાહી જોવા માટે લોકોના હજારોની સંખ્યામાં ટોળા ઉમટ્યા હતા ત્યારે હવે આગળની શું કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું ત્યારે આગળના દિવસોમાં હવે લોકોને શું દેખાડવામાં આવશે અને શું બનાવ હતો તે સત્ય હકીકત સામે આવશે અને સમજણ પડશે ત્યારે જ સૌ કોઈને ખ્યાલ આવશે કે ખરેખર મૂર્ખ બનાવવામાં આવ્યા છે તે પછી ખરેખર કાર્યવાહી કરવામાં આવી છે તેવી પણ સૌ કોઈ નાગરિકોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે
