*ગારિયાધાર તાલુકા ના છેવાડા નું ગામ શેલાર ના સમઢીયાળામા ઉભરાતી ગટર થી લોકો ત્રાહિમામ પોકારી ગયા..* - At This Time

*ગારિયાધાર તાલુકા ના છેવાડા નું ગામ શેલાર ના સમઢીયાળામા ઉભરાતી ગટર થી લોકો ત્રાહિમામ પોકારી ગયા..*


*ગારિયાધાર તાલુકા ના છેવાડા નું ગામ શેલાર ના સમઢીયાળામા ઉભરાતી ગટર થી લોકો ત્રાહિમામ પોકારી ગયા..*

ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા નું છેવાડા નું ગામ શેલાર ના સમઢીયાળા ગામ મા છેલ્લા બે મહિના થી એક ગટર ઉભરાઈ રહી છે ઉભરાતી ગટર થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બાજુમા પ્રાથમિક શાળા હોય ત્યાં નાના ભૂલકાઓ ભણવા જવા માટે આં ઉભરાતી ગટર જે દેપલા ગામ તરફ જતી આં ગટર ના દુર્ગંધ મારતા પાણી મા પગમા કાદવ કીચડ મા ચાલતા નાના ભૂલકાઓ ને ખુબજ તકલીફ નો સામનો કરવો પડે છે.આં ઉભરાતી ગટર ની સમસ્યા ને લઈ ને ત્યાં ના અનુસૂચિત જાતિ સમાજ ના ઉપ સરપંચ શ્રી સુમિત ભાઈ પરમાર અને ગામ લોકો દ્રારા ગામના સરપંચ શ્રી ને અનેક વાર લેખિત મૌખિક રજુઆતો કરવા મા આવી હતી પણ સરપંચ દ્રારા આં સમસ્યા નું કોઈ સસોટ નિવારણ આવ્યુ નહીં ત્યાર બાદ ગામ લોકો ને મીડિયા નો સહારો લેવા મજબુર થવું પડ્યું હતું ત્યાં રહેતા લોકો ની માંગણી એવી છે કે જલ્દી મા જલ્દી વહેલી તકે આં ઉભરાતી ગટર ની સમસ્યાઓ થીં મુક્તિ મળે અને ગટર રીપેર કરી ને યોગ્ય દિશાએ દુર્ગંધ મારતું પાણી નો નિકાલ કરે તેવી ઉગ્ર માંગ કરવા મા આવી હતી...

*રિપોર્ટર મુકેશ એસ કંટારીયા ગારિયાધાર*વિશાલ બારોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.