અંકલેશ્વર ની પાનોલી  જી.આઈ.ડી.સીમાંથી સંજાલી ગામમાં  ગેરકાયદેસર બંધ કરેલ રસ્તો  ચાલુ કરવા માંગ =સંજાલી ગામના લોકો વર્ષોથી જીઆઇડીસી માં અવરજવર કરતા હતા - At This Time

અંકલેશ્વર ની પાનોલી  જી.આઈ.ડી.સીમાંથી સંજાલી ગામમાં  ગેરકાયદેસર બંધ કરેલ રસ્તો  ચાલુ કરવા માંગ =સંજાલી ગામના લોકો વર્ષોથી જીઆઇડીસી માં અવરજવર કરતા હતા


અંકલેશ્વર ની પાનોલી  જી.આઈ.ડી.સીમાંથી સંજાલી ગામમાં  ગેરકાયદેસર બંધ કરેલ રસ્તો  ચાલુ કરવા માંગ
=સંજાલી ગામના લોકો વર્ષોથી જીઆઇડીસી માં અવરજવર કરતા હતા
 

27.06 અંકલેશ્વર

અંકલેશ્વર ની પાનોલી  જીઆઇડીસી  માં સંજાલી ગામ માં ફેકટરી માલીક દ્વારા ગેરકાયદેસર બંધ કરેલ રસ્તો ચાલુ કરવા માટે ગ્રામજનો એ માંગ કરી છે સંજાલી ગામના લોકો વર્ષો થી જીઆઇડીસી માંથી આ રસ્તા ઉપર થી અવરજવર કરતા હતા ત્યારે રસ્તો બંધ કરી દેતા ગ્રામજનો મુશ્કેલી માં મુકાયા છે  

અંકલેશ્વર તાલુકા ના  સંજાલી ગ્રામપંચાયત ની હદમાં બ્લોક નંબર 25  જી.આઈ.ડી.સી દ્વારા સંપાદન કરેલ હતો જેનો બ્લોક નંબર તાજેતરમાં 2222 તરીકે ઓળખાય છે પાનોલી .જી.આઈ.ડી.સી માંથી સંજાલી ગામમાં લોકોને અવર જવર માટે 25 ફૂટનો રસ્તો વર્ષોથી આવેલ છે. પરંતુ પ્લોટ નંબર 2222  જી.આઈ.ડી.સીમા ફેક્ટરી માલિકે બંધ કરી બ્લોક નંબર 24 પૈકી 1 માંથી અવર જવર બંધ કરેલ છે તે અંગે સંજાલી ગ્રામપંચાયત ના ડેપ્યુટી . સરપંચ સીરાજ પટેલે જણાવ્યું હતું કે  વર્ષોથી ગ્રામજનો  રસ્તાનો  જી.આઈ.ડી.સીમા અવર જવર માટે ઉપયોગ કરતા આવ્યા છે જે રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહયો છે અને હેરાન પરેશાન થઇ રહ્યાં છે  જે અંગે ભરૂચ  કલેકટર  અને મામલતદાર ને  રજુઆત કરીએ  છે કે રસ્તો તાત્કાલિક અસરથી ચાલુ થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી  માંગ  કરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon