મહીસાગર LCBએ વિદેશી દારૂ સાથે એક કેન્ટરને ઝડપ્યું - At This Time

મહીસાગર LCBએ વિદેશી દારૂ સાથે એક કેન્ટરને ઝડપ્યું


મહીસાગર જીલ્લા એલસીબી પોલીસે લુણાવાડા ટાઉન વિસ્તાર માંથી પસાર થતા એક કન્ટેનર માથી અંદાજીત 17,02,650ના વિદેશી દારૂ સાથે એક આરોપીની ઝડપી પાડયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહીબિશન અંગે ચેકિંગ વોચ હાથ ધરવામાં આવેલ હતું.તે સમય દરમિયાન એલસીબી પીઆઇ એમ.કે.ખાટને બાતમી મળી હતી કે એક ટ્રાન્સપોર્ટના કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મોડાસા તરફથી લુણાવાડા થઈ વડોદરા તરફ જનાર છે.જે બાતમી આધારે એલસીબી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી લુણાવાડા મોડાસા હાઈવે રોડ ઉપર વોચમાં ઊભા હતા.તે સમય દરમિયાન મોડાસા તરફથી આ બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તેમાં ચેક કરતાં પ્રાઇવેટ પરચૂરણ માલની આડમાં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો. જેથી કન્ટેનરને લુણાવાડા પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી 8064 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત 17,02,656નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ મળી કુલ 1,30,75,808માં મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવેલ હતો.જયારે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.