મહારાષ્ટ્રના પાલઘરમાં ફ્લાયઓવર પરથી ટેન્કર પડ્યું:રસ્તા પર કેરોસીન ઢોળાયું અને આગ લાગી; મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 2 કલાક સુધી જામ રહ્યો - At This Time

મહારાષ્ટ્રના પાલઘરમાં ફ્લાયઓવર પરથી ટેન્કર પડ્યું:રસ્તા પર કેરોસીન ઢોળાયું અને આગ લાગી; મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 2 કલાક સુધી જામ રહ્યો


મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કેરોસીન ભરેલું એક ટેન્કર ફ્લાયઓવર પરથી પડી ગયું. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી. રવિવારે સાંજે લગભગ 5 વાગ્યે પાલઘરના મનોર વિસ્તારમાં મસાણ નાકા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પછી, રસ્તા પર અંધાધૂંધી મચી ગઈ, અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટેન્કર વીસ ફૂટની ઊંચાઈથી પડ્યું ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બેકાબુ ટેન્કર ફ્લાયઓવરની બાજુમાં અથડાયું હતું અને વીસ ફૂટની ઊંચાઈથી સીધું પુલ નીચે સર્વિસ રોડ પર પડ્યું હતું અને ટેન્કરમાં તરત જ આગ લાગી ગઈ હતી. મુંબઈ-અમદાવાદ મેશનલ હાઈ 2 કલાક બંધ રહ્યો ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી. જે બાદ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. અકસ્માતને કારણે હાઇવે 2 કલાક સુધી બંધ રહ્યો હતો. આ પછી હાઇવે ફરીથી ખોલવામાં આવ્યો. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતની હાલમાં તપાસ ચાલી રહી છે. ટેન્કર ચાલકે કાબુ કેવી રીતે ગુમાવ્યો અને આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. માર્ગ અકસ્માત સંબંધિત આ સમાચાર પણ વાંચો... મથુરામાં આગ્રા-દિલ્હી હાઇવે પર બે ટ્રકો વચ્ચે ટક્કર, એક ટ્રક ચાલકની હાલત ગંભીર 30 માર્ચના રોજ, મથુરામાં આગ્રા-દિલ્હી નેશનલ હાઈવે પર જય ગુરુદેવ મંદિર પાસે વહેલી સવારે બે ટ્રકો અથડાઈ ગયા હતા. કોલકાતાથી દિલ્હી જઈ રહેલા ટ્રકને પાછળથી બીજા ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રક ડિવાઇડર પર ચઢી ગઈ. આ અકસ્માતમાં ટ્રકનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image