મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નો ૬૧મા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવેલ આજથી ૬૧ વર્ષ પહેલા શ્રી વસનજી પુરુષોત્તમ લાઠીયા દ્વારા લોક હિતાર્થે આ હોસ્પિટલ બનાવવામાં આવેલ હતી જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tahyjj7hoqyuqv6l/" left="-10"]

મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નો ૬૧મા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવેલ આજથી ૬૧ વર્ષ પહેલા શ્રી વસનજી પુરુષોત્તમ લાઠીયા દ્વારા લોક હિતાર્થે આ હોસ્પિટલ બનાવવામાં આવેલ હતી જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે


મેંદરડા સામુહિક આરોગ્ય કેન્દ્ર નો 61 મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી🙏
મેંદરડા સરકારી હોસ્પિટલ ની સ્થાપના આજથી ૬૧ વર્ષ પહેલા
શ્રીવસનજી પુરુષોત્તમ લાઠીયા દ્વારા લોકોની સુખાકારી માટે મેંદરડા નગરની અંદર તેમના આર્થિક સહયોગ દ્વારા હોસ્પિટલ બનાવવા માં આવી હતી આ ઉપરાંત તેમના દ્વારા મેંદરડા ગામ ની અંદર ગૌશાળાઓ.પ્રાથમિક શાળા. સાર્વજનિક બાલમંદિરો. જ્ઞાતિની વાડીઓ. જેવી અનેક લોકો ઉપયોગી સેવાકીય બિલ્ડિંગો નું નિર્માણ વસંનજી પુરુષોત્તમ લાઠીયા દ્વારા કરવામાં આવેલ એક સેવાકીય પ્રવૃત્તિ એટલે સામુહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ની બિલ્ડીંગ આ હોસ્પિટલના એક 61 વર્ષ પૂર્ણ થતા અનેકવિધ કાર્યક્રમનું આયોજન હોસ્પિટલ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવેલું હતું સ્વર્ગસ્થ શ્રી વસનજી પુરુષોત્તમ લાઠીયા ની પ્રતિમાને સ્ટાફ દ્વારા ફુલહાર સારી હોસ્પિટલ નું સુશોભન રંગોળી દ્વારા દરિદ્રનારાયણ એટલે દર્દીઓનું સ્વાગત દરેક દર્દીઓ માટે શરબત ની વ્યવસ્થા તેમજ અવની ચેરીટેબલ ટ્રસ્ટ ના અનાથા બાળકો ની સંસ્થા ના ના બાળકોને હોસ્પિટલ સ્ટાફ પરિવાર દ્વારા નાસ્તો તેમજ રોકડ દાન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના માર્ગદર્શક અધિક્ષક શ્રી ડોક્ટર રાકેશ સિંન્હા સાહેબ ડોક્ટર ડોડીયા સાહેબ. ડોક્ટર ઈશાની લક્કડ મનસુખભાઈ પરમાર. નર્સિંગ સ્ટાફ વતી મનસુખભાઈ પાઘડાર ભાઈ. આશિષભાઈ બદાણી. વિજયભાઈ મારું.ગીરીશભાઈ પરમાર. મોહિત ભાઈ કોટડીયા સીએમટીસી ની બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી સેવા ના ભેખ ધારી સંસારી સાધુ જેવા જેરામબાપા ફળદુ. શ્રી નચિકેતા એજ્યુકેશન ટ્રસ્ટ શ્રી નિજાનંદ સ્કૂલ ના પ્રમુખ અને મેંદરડા તાલુકા ટીબી સુપરવાઇઝર દીપકભાઈ બલદાણીયા દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ ખોરાક મળી રહે એ માટે ટીબીના દરેક દર્દીઓને ન્યુટ્રીશન કીટો આ તકે આપવામાં આવી હતી મેંદરડા નગર ની સેવાભાવી મહિલા મંડળ ની બહેનો વતી સંગીતા બેન વાવૈયા. તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ પરિવાર ના આર્થિક સહયોગથી મેંદરડા સરકારી હોસ્પિટલ નો 61 મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]