જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 20 કુપોષિત બાળકોને કીટ વિતરણ અને 15 ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું
(કનુભાઈ ખાચર દ્વારા )
જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિરના સહકારથી તા.19/03/25 ના રોજ થી ટી.બી.મુક્ત અભિયાન અંતર્ગત ટી.બી હટાવો તંદુરસ્તી લાવો પ્રોજેક્ટ અન્વયે ટી.બી.ના શહેરી વિસ્તારના દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ સોનાવાલા હોસ્પિટલ બોટાદ ખાતે કરવામાં આવેલ જેમાં 1 કિલો ચણા ,1 કિલો ગોળ, 500 ગ્રામ શીંગતેલ ,500 ગ્રામ ખજૂર,1 ડબ્બો પ્રોટીન પાવડર, આપવામાં આવેલ.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તેમજ જાયન્ટસ સભ્ય દિલાવર ભાઈ હમીદ તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરનાં સૌજન્યથી આજ તા.19/3/25ના રોજ સોનાવાલા હોસ્પિટલ, સાળંગપુર રોડ, બોટાદ ખાતે મિશન કુપોષણ અભિયાન અંતર્ગત કુપોષણ હટાવો તંદુરસ્તી લાવો પ્રોજેક્ટ અન્વયે કુપોષિત 20 બાળકો ને પોષણ યુક્ત આહાર કીટનું (અંદાજિત 500₹)વિતરણ કરવામાં આવેલ. કીટ મા ૧ કિલો ગોળ,દેશી ચણા,પ્રોટીન પાવડર નું પેકેટ,શીંગ દાણા ની કીટ બનાવેલ અને વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે બોટાદ નગરપાલિકા પ્રમુખ અને સાહેલી સભ્ય ધર્મિષ્ઠાબેન જોટાણીયા, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, સાહેલી ગૃપ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દેસાઈ, ફેડ.IPP કેતન ભાઈ રોજેસરા ,યુનિટ ડાયરેક્ટર સી.એલ.ભીકડીયા ,સેક્રેટરી દીપકભાઈ માથુકીયા,ઉપ પ્રમુખ પરેશભાઈ દરજી,લાલજીભાઈ કળથીયા,કલ્પેશભાઈ ગાંધી,ઇમરાનભાઈ રાવાણી,દિલાવરભાઈ હમીદ, યોગેશભાઈ શેઠ,,રાજુ ભાઈ ડેરૈયા , મુકેશભાઈ જોટાણીયા,અશ્વિનભાઇ બોરીચા, સાહેલી સભ્ય નીતાબેન લાખાણી, વિનોદભાઈ રામાનુજ,જિલ્લા ક્ષય અધિકારી ડો. સિંધ સાહેબ તથા આરોગ્ય કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
