આજરોજ રાજ્યના ડાયનેમિક ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિન પર શુભેચ્છા પાઠવતા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણી
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આજે બુધવારે જન્મદિન હોવાથી ઠેર ઠેરથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે તેમના આ ખાસ દિવસ નિમિત્તે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીએ જસદણ તાલુકા વતી શુભકામનાઓ પાઠવી હતી. તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન બન્યા તેમાંના જસદણ તાલુકાના યુવા એડવોકેટ ચંકિત રામાણી ની તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ હતી. ત્યારે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીએ ગુજરાત રાજ્યના ડાયનેમિક ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના આજ રોજ જન્મદિન હોવાથી શુભેચ્છા પાઠવી હતી. અને વિશેષમાં જણાવ્યું હતું કે હર્ષભાઈ સંઘવી 2021 માં ગુજરાતના સૌથી યુવા ગૃહ મંત્રી બન્યા હતા અને કહેવાય તો યુવા શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે હર્ષભાઈ સંઘવી ઉપરાંત જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં તેમના સામાજિક સેવાકીય કાર્યો રંગ લાવ્યા છે ત્યારે તેમની આ સેવા વધુ પ્રસરતી રહે અને ઈશ્વર તેમને નિરામય દીર્ઘાયું આપે એવી પ્રાર્થના ચંકિતભાઈ રામાણીએ અંતમાં કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.