વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય વિભાગના કરાર આધારિત વર્ગ-૪ના કર્મચારીઓનો પગાર નિયમિત કરવા ટિમ ગબ્બર ની રજુવાત
ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને વિસાવદર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા મૌખિકમાં રજુઆત મળેલ છે કે,આરોગ્ય વિભાગના જુદા જુદા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક એમ.જે.સોલંકી અને ડી.જે.નાકરાણીની એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓ તરીકે નિમણૂક આપવામાં આવેલ છે જેમાં પાર્ટ ટાઈમ ચોકીદાર,વોર્ડ બોય,ડ્રેસર,લેબ.ટેકનીશિયન,ડ્રાયવર વિગેરે હોદા ઉપર નિમણૂક આપવામાં આવેલ છે આ કર્મચારીઓ ખુબજ ઓછા પગારથી નોકરી કરતા હોય તેઓ ઘરની કુટુંબની જવાબદારી ધરાવતા હોય અવાર નવાર રજુઆત કરવા છતાં આવા કર્મચારીઓના બે બે માસ ઉપરાંતના પગાર ચડત થયેલ હોય અને તેઓના કુટુંબની આજીવિકાનો પ્રશ્ન ઉભો થયેલ હોય આ બાબતે તાત્કાલિક પગલાં લઈ આવા કર્મચારીઓને તાત્કાલિક પગાર ચુકવવામાં આવે તથા નિયમિત પગાર ચૂકવવવામાં આવે તેમજ આ અંગેની ગ્રાન્ટ ન હોય તો તાત્કાલિક ફાળવવામાં આવે તેવી પણ અમારી ટિમ ગબ્બર ની રજુવાત છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.