ઉપલેટામાં અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિ નું 11 નું રાજ્ય અધિવેશન યોજાયું: અંતમાં ૨૦ સભ્યોની રાજ્ય સમિતિને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા - At This Time

ઉપલેટામાં અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિ નું 11 નું રાજ્ય અધિવેશન યોજાયું: અંતમાં ૨૦ સભ્યોની રાજ્ય સમિતિને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા


(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ જુન ૨૦૨૨, અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિનું ૧૧ મુ રાજ્ય અધિવેશન ઉપલેટા મુકામે કમળાબેન પરમાર નગરમાં યોજાયું હતું ત્યારે આ કાર્યક્રમમાં ૧૨ જિલ્લામાંથી ૮૦ જેટલા ડેલિગેશન મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને શહીદ વંદના કરીને તમામ ડેલિગેશને શહીદો અમર રહોના સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં જનવાદી મહિલા સમિતિના કમીટી મેમ્બર નલિની જાડેજાએ ઉદ્ઘાટન કરીને અધિવેશનમાં ખુલ્લુ મૂક્યું હતું.

ઉદ્ઘાટન ભાષણમાં નલીની જાડેજાએ જણાવ્યું હતું કે આજે દેશ આઝાદીનાં ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ મનાવાઈ રહ્યો છે તે આપણા માટે ગર્વની બાબત છે પરંતુ આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ મહિલાઓ અસમાનતાનો ભોગ બની રહી છે જેથી આજે પણ મહિલા ઉપર સામાજિક અને રાજનીતિક અત્યાચાર થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને મહિલાઓને સમાન કામ માટે સમાન વેતન મળતું નથી, ઉપરાંત ડગલેને પગલે મહિલા ઉપર બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી રહી છે તેવું જણાવ્યું છે જેથી મહિલા અસુરક્ષિત છે અને મહિલાઓને અધિકાર આપવામાં કેન્દ્રની તમામ સરકારો નિષ્ફળ રહી છે તેવું પણ જણાવ્યું હતું.

જનવાદી મહિલા સમિતિના રાજ્ય પ્રમુખ હંસાબેન મગદાણીએ ચાર વર્ષની પ્રવૃત્તિઓ અંગેના અહેવાલો રજૂ કર્યો હતો જેમાં અહેવાલની ચર્ચામાં ૧૫ જેટલા ડેલિગેશને પણ ભાગ લીધો હતો ત્યારે અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી મરિયમ ઢવલે અધિવેશનના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને અધિવેશનને સંબોધતા જણાવ્યું હતું કે આજે મહિલાઓ અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે જેમાં પુરુષની સરખામણીએ મહિલાઓને રાજકીય, સામાજિક અને આર્થિક મહત્વ ઓછું મળે છે તેવું પણ જણાવ્યું છે આ સાથે તેમણે એવું પણ જણાવ્યું છે કે મહિલાઓને નોકરીઓમાં પણ તક ઓછી મળતી હોવાનું જણાવ્યું હતું જેથી સામાજિક દરજ્જો નીચે રહે છે ત્યારે મહિલાઓને રાજકીય અધિકારો જે મળતા હોય છે તે પુરુષો ભોગવે છે જેથી તમામ ક્ષેત્રમાં સમાનતા લાવવા માટે મહિલાઓનું મજબૂત જનવાદી સંગઠન બનાવવા હાકલ કરી હતી.

આ અધિવેશનના અંતમાં ૨૦ સભ્યોની રાજ્ય સમિતિને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને આ તકે પ્રમુખ તરીકે હંસાબેન મગદાળની અને મહામંત્રી તરીકે રમીલાબેન રાવળની નિમણૂક થઇ હતી અને બે ઉપપ્રમુખ અને મંત્રીની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં ઇન્ચાર્જ પ્રાચીબેને મહિલાઓને સંગઠનમાં જોડાવા માટે સભ્ય નોંધણીની પણ ઝુંબેશ કરવા ભાર મૂક્યો હતો ત્યારે મહામંત્રી રમીલાબેન રાવળ દ્વારા અધિવેશનની કાર્યવાહી પણ જાહેર કરતા જણાવ્યું હતું કે સંગઠનને મજબૂત અને વિસ્તાર વધારવા માટેના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે અને મહિલાઓની સુરક્ષા રોજગારીના મુદ્દે પણ રાજ્યવ્યાપી આંદોલન ચલાવવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે ત્યારે અંતમાં રમીલાબેને ૧૧ માં રાજ્ય અધિવેશનને સફળ ગણાવ્યો હતો.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon