પરમ વંદનીય મહંત 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુનું મોમેન્ટો, ચાદર,બુક દ્વારા સન્માન. - At This Time

પરમ વંદનીય મહંત 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુનું મોમેન્ટો, ચાદર,બુક દ્વારા સન્માન.


પરમ વંદનીય મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડબાપુનું મોમેન્ટો, ચાદર,બુક દ્વારા સન્માન.

સોંરાષ્ટ્ર ની સુપ્રસિદ્ધ જગ્યા લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવાં વિહળધામ પાળીયાદમાં પૂજ્ય બાના આશીર્વાદ અને આદરણીય શ્રી ભયલુબાપુ ના કુશળ સંચાલનથી પાળિયાદ ધામ વધું દીપી રહ્યું છે..આપણને સૌને ગૌરવ થાય કે હમણાં જ ભારત સરકાર દ્વારા પરમ આદરણીય પ્રાતઃ સ્મરણીય પૂજ્ય શ્રી વિસામણબાપુની પોસ્ટલ ટીકિટ બહાર પાડી ભારત સરકારે જગ્યા પ્રત્યેનો અનેરો આદર વ્યક્ત કર્યો એ ધટના વંદનીય છે.
બોટાદ કાઠી બોર્ડિંગ ખાતે 33 ભાઈઓ ઉત્તમ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યાં છે ...પરીક્ષાની તારીખો જાહેર થઈ છે ત્યારે સૌ ભાઈઓ વિહળાનાથના દર્શન કરી પૂજ્ય બાના આશીર્વાદ લેવાની સૌની ઈચ્છા વ્યક્ત કરી હતી.
કાઠી દરબાર શિક્ષણ સમિતિ બોટાદ સંકલન સમિતિ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરતાં ભાઈઓએ કાલે શ્રી વિહળધામ પાળીયાદનાં દર્શનનો રુડો લ્હાવો લીધો ભવ્ય અને દિવ્ય પરિસરની સુધડતા અને નિરામયતા ખરેખર અનન્ય પરમ આદરણીય શ્રી ભયલુબાપુ ની કુનેહ, દીર્ઘદ્રષ્ટિ અને સુચારું સંચાલન થકી ઓપી રહેલાં અને દીપી રહેલાં વિહળધામમાં અનેરી દિવ્યતા સાથે અને પીરાણાની જ્યોત ઝળહળી રહી છે.ત્યારે સૌ આરતીનો લાભ લઈ ધન્ય થયાં.
સમગ્ર પરિસર ધર્મસ્તંભ.વિસામણબાપુના જન્મસ્થાનના પ્રસાદીના ઓરડાના દર્શન કરી કાઠી સંસ્કૃતિ અને સભ્યતાનું જીવંત દર્શન કરી સૌ ઠાકરની ચેતના પામી રહ્યાં.
પરમ વંદનીય મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડબાપુનું મોમેન્ટો, ચાદર,બુક દ્વારા સન્માન કરી રુડાં આશીર્વાદ લીધાં. પૂજ્ય બાએ વિશેષ સમય ફાળવી 20/25 મિનિટ સુધી સૌનો વ્યકિતગત પરિચય લઈ સૌને આવનારી પરીક્ષામાં ખૂબ સફળતા મળે એવી રાધવેન્દ્ર સરકારને અભ્યર્થના કરી કાઠી બોર્ડિંગ બોટાદની આદર્શ વ્યવસ્થા અને સંચાલન માટે પોતાનો રાજીપો વ્યક્ત કરી સૌને અંતરનાં ઉમળકાથી આશીર્વાદ આપ્યા.સાથે કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાતની સમગ્ર ટીમ માટે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.અને સૌ પૂજ્ય બા સાથે યાદીનો ફોટોગ્રાફ લઈ ધન્ય થયાં.
પૂજ્ય બાના આશીર્વાદ બાદ સૌ જગ્યાના પ્રેરક,સંચાલક અને અખીલ ભારતીય સંત સમિતિના કાયમી સભ્ય એવાં પરમ આદરણીય શ્રી ભયલુબાપુ નું ચાદર,પુસ્તક દ્વારા સન્માન કરી વિસામણ બાપુની ટીકિટ અનાવરણ માટે હ્દયથી આદર વ્યકત કર્યો.
આદરણીય શ્રી ભયલુબાપુ એ 30 મિનિટ સુધી પ્રેરક સંવાદ કરી સૌ ભાઈઓને આશીર્વાદ સાથે આવનારી પરીક્ષામાં સફળતા માટે મંગલ કામના કરી સૌ ભાઈઓને રુડાં આશીર્વાદ આપી વધારેને વધારે કાઠી દરબાર શિક્ષણ સમિતિનો લાભ લેવા અનુરોધ કર્યો.અને કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત એ કાઠી સમાજના શિક્ષણ માટેના આવનારા ઐતિહાસિક પરિવર્તન અને ઉજળા ભવિષ્યની ધરોહર સમાન ગણાવી સતત વિહળધામ પાળીયાદનો આશીર્વાદ સૌ સાથે છે એવું કહી સૌની પીઠ થાબડી.આથી વધારે શું જોઈએ.ભાવ વંદન ઠાકર.
સૌ ભાઈઓ વિહળવાટીકા,બણકલ ગૌ-શાળાની પ્રેરક મુલાકાત કરી અભિભૂત થયાં .મને કહેતાં ખૂબ ગૌરવ થાય આદરણીય શ્રી ભયલુબાપુ એ બધા ભાઈઓને વિશેષ સ્નેહ સાથે પોતે ઊભાં રહી કાઠી પરંપરા સાથે તાણ કરી બધા જ ભાઈઓને ઠાકરનો પ્રસાદ લેવડાવ્યો.મીઠપ વાળો આવકારો,પ્રેમ,અનેરો સ્નેહ, અદકેરું આતિથ્ય અને ઠાકર દર્શનનો દિવ્ય લ્હાવો લઈ સૌ ધન્ય થયાં..જય હો પાંચાળનાં પીરાણાની.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ. મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.