ભાવનગરના મહુવાના યુવકે કંકોતરીમાં છપાવ્યો ‘બટોંગે તો કટોગે’નો નારો, વાયરલ થયું મેરેજ કાર્ડ
Viral Marriage Card: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો (UP CM Yogi Adityanath) નારો બટોંગે તો કટોગે (batoge to katoge) ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના ભાવનગરમાં એક વ્યક્તિએ તેના લગ્નના કાર્ડમાં આ નારો છપાવ્યો છે, જેની સાથે તેણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર પણ છપાવી છે.
કંકોતરી પર છપાવ્યો નારો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાંગર ગામના એક યુવકના 23 નવેમ્બરે લગ્ન થવાના છે. તેની કંકોતરી પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે આપેલો બટોંગે તો કટોગે નારો છપાવવામાં આવ્યો છે. જેમાં હિન્દુ સમુદાયને એકજૂથ થવાની વાત કરી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ નારો ખૂબ વાયરલ થયો છે. કંકોતરી પર નારો છપાવનારા યુવકે કહ્યું, લોકોને જાગૃત કરવા અને પીએમ મોદીની સફાઇનો સંદેશ પહોંચાડવા માટે કંકોતરી પર આ સંદેશ છાપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રેલીઓમાં ભાજપના વરિષ્ઠ નેતા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ બટોંગે તો કટોગે નો નારો બુલંદ કરી રહ્યા છે. પીએમ મોદીએ તેમના પ્રચાર અભિયાનની શરૂઆત ‘એક હૈ તો સૈફ હૈ’ના મેસેજ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો એક માત્ર એજન્ડા એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સામે લડાવવાનો છે. તેઓ એસસી, એસટી અને ઓબીસી પ્રગતિ કરે તથા તેમને યોગ્ય સન્માન મળે તેમ નથી ઈચ્છતા.
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.