**આપ -સંયોજક અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યાની ખુશીમાં સંજેલી આપ પાર્ટીએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી**
**આપ -સંયોજક અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યાની ખુશીમાં સંજેલી આપ પાર્ટીએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી**
*ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને સુપ્રીમ કોર્ટના ફેસલાને વધાવી લેવામાં આવ્યો: આપ*
*અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને તોડવા માટે ભાજપ દ્વારા ખૂબ જ ષડયંત્ર રચવામાં આવ્યા: આપ*
*હંમેશા સત્યની જીત થાય છે એમ આજે પણ સત્યની જીત થઈ અને અરવિંદ કેજરીવાલજી આજે જેલની બહાર આવશે: આપ*
સંજેલી =
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને આજે માનનીય સુપ્રીમ કોર્ટ તરફથી CBIવાળા કેસમાં જામીન મળ્યા છે. આજે અરવિંદ કેજરીવાલજીને જામીન મળ્યા તેની ખુશીમાં આમ આદમી પાર્ટીના સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ ,ઉપ પ્રમુખ જયેશભાઇ રાઠોડ, સુરેશભાઈ ડીંડોર..જિલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બારીયા તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન મછાર, યુવા ઉપ પ્રમુખ રાહુલભાઈ ગરાસીયા, સૌરભભાઈ બારીયા.. શિક્ષણ પ્રમુખ રામસીંગભાઈ બામણીયા વિદ્યાર્થીનેતા મુકેશભાઈ સંગાડા પાર્ટીના કાર્યકર્તાઓએ સંજેલી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને કેજરીવાલજીના જામીનની ઉજવણી કરવામાં આવી હતી. અને સંજેલી આપ નેતાઓ વધુમા જણાવ્યુ હતુ કે,અરવિંદ કેજરીવાલજી સહિત આમ આદમી પાર્ટીના અનેક મોટાં નેતાઓ વિરુદ્ધ શરાબકાંડના નામે ખોટા કેસ કરવામાં આવ્યા હતા પરંતુ આજે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને જામીન આપીને ઇડી અને સીબીઆઇના ફર્જી કેસને બેનકાબ કર્યા છે. અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો ભાજપે જે કારસો રચ્યો હતો, તેનો આજે ભાંડો ફૂટી ગયો
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.