જેસર તાલુકાના બે યુવા ખેડૂતોને દાંતીવાડા ખાતે ઉત્તમ ખેડૂતનો એવોર્ડ એનાયત - At This Time

જેસર તાલુકાના બે યુવા ખેડૂતોને દાંતીવાડા ખાતે ઉત્તમ ખેડૂતનો એવોર્ડ એનાયત


જેસર તાલુકાના બે યુવા ખેડૂતોને દાંતીવાડા ખાતે ઉત્તમ ખેડૂતનો એવોર્ડ એનાયત

પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને પાક સંરક્ષણની ઉત્તમ ટેક્નોલોજીના ઉપયોગ બદલ પસંદગી કરાઇ

પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય, દાંતીવાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત 24 મો રાજ્ય કક્ષાનો એક દિવસીય પાક પરિસંવાદ "મસાલા પાકો, ઔષધિય પાકો અને કૃષિવનીય પાકો મા પાક સંરક્ષણ" વિષય પર પરીસંવાદ યોજાયો હતો. આ પરીસંવાદમાં જુદા જુદા ઉત્તમ ખેડૂત સન્માન, ઉત્તમ કૃષિ વૈજ્ઞાનિક સન્માન, ઉત્તમ અનુસ્નાતક વિધાર્થી સન્માન પણ કરવામાં આવેલ જેમાં ગોહિલવાડના બે યુવા ખેડૂત પસંદગી થતા ભાવેણા નું નામ રોશન કર્યું છે

જેમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને પાક સંરક્ષણની ઉત્તમ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ગુણવતાસભર ઉત્પાદન માટે ઉત્તમ ખેડૂત એવોર્ડ ભાવનગર જિલ્લા ના જેસર તાલુકાના જુનાપાદર ગામના અજીતસિંહ લખુભા ગોહિલને આપવામાં આવ્યો હતો તેમજ પ્રાકૃતિક ખેતી અને પાક સંરક્ષણ ટેક્નોલોજી શાકભાજી પાકો માટે ઉત્તમ ખેડૂત એવોર્ડ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામના નરવણસિંહ ખાટુભા ગોહિલ ને આપવામાં આવેલ હતો.

આ રાજ્યકક્ષાના પરિસંવાદના અધ્યક્ષ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતીમા વૈજ્ઞાનિક અભિગમ સાથે પાક સરક્ષણ કઈ રીતે થઇ શકે તેની વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ ડો. જી. જી. પટેલ દ્વારા ખેડૂતો વધુમાં વધુ છેવાડાના ખેડૂતો સુધી વૈજ્ઞાનિક ભલામણ પહોંચે અને ખેડૂત એ ભલામણ યોગ્ય રીતે ઉપયોગ કરશે તો ખેડૂત ઓછા ખર્ચે સારુ ઉત્પાદન મેળવી શકશે. આ ઉપરાંત પરીસંવાદના ઉપપ્રમુખ ડો. બી. એચ. પટેલ દ્વારા ઈન્ટેગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (IPM), ઈન્ટેગ્રેટેડ ડિસિઝ મેનેજમેન્ટ (IDM) ઉપરોક્ત પદ્ધતિ દ્વારા ખેડૂત જીવાત અને રોગ કંટ્રોલ સારી રીતે કરી શકશે.

આ 24 મા પાક પરિસંવાદમા ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકઓ, નિવૃત અધિકારીઓ અને કૃષિના અનુસ્નાતક અને સ્નાતક વિદ્યાર્થીઓ અને ખેડૂતો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.