વાવ-૭ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર આવતીકાલે ગાંધીનગર વિધાનસભા ખાતે શપથ ગ્રહણ કરશે.
બનાસકાંઠાની વાવ વિધાનસભામાં ગેનીબેન ઠાકોર સંસદની ચૂંટણી જીત્યા બાદ વાવ વિધાનસભા-૭ની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી,છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ગઢને તોડી ભાજપના સ્વરૂપજી ઠાકોરે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી, જીત બાદ બાદ વાવ-૭ ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની આવતીકાલે ૧૦ ડિસેમ્બર૨૦૨૪ને મંગળવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે ગાંધીનગર વિધાનસભા ખાતે શપથવિધિમાં શપથ ગ્રહણ કરશે.
અત્રે નોંધનીય છે કે નવા બજેટ સત્ર પહેલાં મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે અને વાવ-૭ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
✍️જીતેન્દ્રસિંહ ઝાલા-૯૯૨૫૯૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.